જામનગરના આગામી મહારાજાનું નામ જાહેર થઇ ગયું છે. જામનગરના મહારાજા જામસાહેબે પોતાના વારસદારનું નામ નક્કી કરી નાખ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ જામ સાહેબના વારસદાર થવાનું સ્વીકાર્યું છે. આ અંગે જામ શત્રુશૈલ્યસિંહજીએ અખબારી યાદી જાહેર કરી માહિતી આપી છે. આ અખબારી યાદીમાં તેમને જણાવ્યું હતું કે, “મને એક મારી મૂંઝવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેને સફળતા આપનાર અજય જાડેજા છે. જેમણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે. હું અજય જાડેજાનો હાર્દિક આભાર વ્યક્ત કરુ છું.”
અજય જાડેજા શત્રુશૈલ્યસિંહજી અખબારી યાદી
અજય જાડેજાને કેમ બનાવાયા વારસદાર?
જામ સાહેબ શત્રુશૈલીસિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજયસિંહ હતા. જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. મહાન ક્રિકેટર કે.એસ રણજીતસિંહજી વર્ષ 1907થી વર્ષ 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી કે.એસ. રણજીતસિંહ અને કે.એસ. દિલીપસિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્યસિંહજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લા વ્યક્તિ હતા. તમને જણાવી દઈએ કે, અજય જાડેજા પોતે રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે.
વિડીયો ફોર્મેટમાં આ અંગે માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો.