JAMNAGAR | ‘ડંડાખેલ’માં કઈ રીતે ફસાઈ ગયા કોર્પોરેટર રચના નંદાણીયા?

‘ડંડાખેલ’માં કઈ રીતે ફસાઈ ગયા કોર્પોરેટર રચના નંદાણીયા?


જામનગર શહેરના કોર્પોરેટર રચના નંદાણીયા હાલમાં ખુબ ચર્ચામાં છે. તેઓ ડંડો લઈને માથાભારે બનવા તો ગયા પણ હવે પોતાને જ માથે ભાર લઇ આવ્યા છે. કેટલાક દિવસ અગાઉ વોર્ડ નંબર 4ના કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયાએ પીજીવીસીએલ કચેરીમાં હંગામો મચાવ્યો હતો. રચના નંદાણીયા પોતાને વધુ વીજ બિલ આવવાના મુદ્દે વીજ તંત્રની કચેરીમાં દંડા સાથે દોડી આવ્યા હતા અને બબાલ કરી હતી. જેના કારણે કચેરી અને તેની આસપાસના વિસ્તારનું વાતાવરણ તંગ બન્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સમગ્ર મામલે પીજીવીસીએલના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ, એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

ગંભીર આક્ષેપો લગાવાયા

રચના નંદાણીયા ડંડો લઈને બબાલ કરવા ગયા તો ખરી પણ પોતે પોલીસના ડંડાના ઈશારે ચાલવું પડે તેવું કામ કરી આવ્યા છે. પીજીવીસીએલના અધિકારી અજય પરમારે કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આખરે નોંધાવી નાખી છે. ફરિયાદી અધિકારીનો ફોન લૂંટી તેમાં નુકસાન પહોંચાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી અને અધિકારીને જાતિ પ્રત્યે અપમાનિત કરવા સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

હવે આગળ શું થઇ શકે?

આ બનાવ હવે આત્મ-સન્માનની લડાઈનો છે. હવે જોવાનું રહ્યું કે, આગળ ઘટનામાં શું થાય છે? શું રચનાબેનને કોઈ સજા મળશે? શું રચનાબેનને પોતાની ભૂલનો અહેસાસ થશે? કે પછી આ મામલો દબાઈ જશે? એનો વિચાર કરો. આ ઘટના વિષે તમે આ વિડીયો જોઈને તમારી પ્રતિક્રિયા આપી શકો છો. 

 

Scroll to Top