Jamnagar જિલ્લાના કાલાવડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી કરતા ગુનો નોંધાયો હતો. વિધવા સહાયના નામે લાખોની છેતરપિંડી આચરી હતી. Jamnagar માં કાલાવડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે છેલ્લા આઠ વર્ષથી આઉટસોર્સ દ્વારા સામાજિક સુરક્ષા શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઘ્રુવરાજસિંહ જીવુભા જાડેજા વિરૂધ્ધ રાજ્ય સરકારના નાણાંની ઉચાપત કરીને છેતરપીંડી કરવાના ગંભીર આરોપો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 336(3), 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો – Prakash Varmora: સોશિયલ મીડિયા પર લોકોએ લીધા ઉધડા
બનાવની વધુ વિગત મુજબ આરોપીએ પોતાની ફરજ દરમ્યાન, ફાયદાની નીતિ વિરૂધ્ધ જઈને નાયબ મામલતદાર અને ફરીયાદીની જાણ બહાર તેમનાં લોગિન ID અને પાસવર્ડનો દુરુપયોગ કરીને સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાં કુલ 16 લાભાર્થીઓના ખાતાઓ ફરી શરૂ કરી તેમના વળગતાનાઓના એકાઉન્ટ નંબર નાખીને સરકારી સહાયની રકમ પોતાના તરફ વળાવી લીધી હતી. આ રીતે આરોપી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરી તથા ખોટા રેકોર્ડનો સાચા તરીકે ઉપયોગ કરી કુલ રૂ. 9,54,500 ની સરકારી રકમની છેતરપીંડી કરાયેલ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે કાલાવડ મહેકમ શાખાના નાયબ મામલતદાર મહેશભાઈ બાબુભાઈ કમેજળીયા દ્વારા પેલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં આરોપી વિરૂધ્ધ ગુનો નૌંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તથા વધુ ઉંડાણપૂર્વકની તપાસ માટેના દસ્તાવેજોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે.