Gujarat Police : જામનગર નજીક કનસુમરા વિસ્તારમાં એક ફેક્ટરી ભાડે રાખીને તેમાં ચલાવતી ડુપ્લીકેટ ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને તેમાંથી ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. જે સ્થળેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પીરિટ, કલર તથા અન્ય સામગ્રી ખાલી બોટલો, લેબલ, ઢાંકણા વગેરે સહિત રૂપિયા સવા આઠ લાખની માલમતા કબ્જે કરી છે, આ ઉપરાંત દારૂની ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીના મુખ્ય ભેજાબાજ રાજસ્થાનના એક શખ્સ તેમજ દારૂના વેચાણકાર જામનગરના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયા છે. આ ફેક્ટરી 3 મહિનાથી ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
Jamnagar : પોલીસની ઉત્તમ કામગીરી, નકલી દારૂની અસલી ફેક્ટરી ઝડપી પાડી | Gujarat Police
