-
Jamnagarમાં કોર્પોરેટર રચના નંદાણીયા બેભાન થયાં
-
બે કલાકથી મનપા કમિશનર ઓફિસ બહાર યોજી રહ્યા હતા ધરણા
-
બેભાન અવસ્થામાં નગર સેવિકાને જી જી હોસ્પિટલમાં ખસેડાયા
Jamnagar News: જામનગર મનપા કચેરીમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા બેભાન થયાં થતાં જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રચના નંદાણિયા મનપામાં પડતર માગણીઓને લઈ વિરોધ કરી રહ્યા હતા. રચના નંદાણિયાએ વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હું પાણી પણ નહિ પીવું.
જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં.4ના કોંગ્રેસ કોર્પોરેટર મહાનગર પાલિકાની કચેરીમાં પડતર માગણીઓને લઈ કરી કમિશનરની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કોર્પોરેટર રડવા લાગ્યા હતા અને મનપા કમિશનર પર આક્ષેપ લગાવ્યો હતો કે હું કઈ આતંકવાદી છું કે મને જોઈને કમિશનર ભાગી જાય છે ? જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહીં ત્યાં સુધી હું પાણી પણ નહીં પીવું.
બે કલાકથી મનપા કમિશનર ઓફિસ બહાર ધરણા કરી રહેલા રચના નંદાણીયા અચાનક બેભાન થતાં બેભાન અવસ્થામાં જી જી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જામનગરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે 10મી ઓક્ટોબર 2024ના રોજ PGVCL કચેરીએ પહોંચી હંગામો મચાવ્યો હતો. રચનાબેન નંદાણિયાએ ગરીબ લોકોને સ્માર્ટ મીટરના નામે લુંટાતા હોવાનો આક્ષેપો કર્યો હતો. હાથમાં લાડકી લઈ રચના નંદાણીયા વીજકચેરી ખાતે પહોંચ્યા હતા. અધિકારીની ચેમ્બરમાં ધુસીને ટેબલ પરની ફાઈલો વેરવિખેર કરીને મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. જેમાં પોલીસને બોલાવાની ફરજ પડી હતી.
આ પણ વાંચોઃ JAMNAGAR | ‘ડંડાખેલ’માં કઈ રીતે ફસાઈ ગયા કોર્પોરેટર રચના નંદાણીયા?