Jalaram bapa: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.હવે સમગ્ર ઘટનાનો વિવાદ વકર્તા જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપૂરમાં આવી માફી માંગી હતી.
છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો હતો
જ્ઞાનપ્રકાશ પ્રકાશ સ્વામીનો વિવાદ સમગ્ર રાજ્યમાં ખુબ વકર્યો હતો. આ વિવાદનો ખુબ વિરોધ રધુંવશી સમાજ અને લોહાણા સમાજે ભારે વિરોધ કર્યો હતો.આ વિરોધ બાદ સ્વામી માંફી માંગવા વિરપૂરમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા હતા.આ સ્વામીએ ભર બજારમાં પ્રચાર થઈને માફિ માંગવી આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે સ્વામી માફિ માંગીયા બાદ વિવાદનો અંત આવશે કે નહીં. તેમને જણાવીએ દઈએ કે, આ વિવાદ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો હતો. ગુજરાતના લોહાણા સમાજ અને રધુવંશી સમાજ માંગ કરી હતી કે જલારામ મંદિરે આવી માંફિ માંગી છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ શું કહ્યું હતું
જલારામ બાપુનો ઈતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.જલારામ બાપુ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા. અને ગુણાતીતાનંદ સ્વામિની ખુબ સેવા કરી હતી.સ્વામી જ્યારે વીરપુર ગયા ત્યારે જલારામ ભગતને જાણ થતા તેઓ સ્વામીને લેવા ગયા હતા.ત્યારે સ્વામીએ ભગતને કહ્યું તમે અહીં સદવ્રત ચાલુ કરો.ત્યારે જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીને દાલ બાટી જમાડ્યા હતા. સ્વામીના આ નિવેદન બાદ ભારે વિરોધ થયો હતો.