jalaram bapa: જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ,જો માફી નહીં માંગે તો………

jalaram bapa: ગઈ કાલે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે રઘુવંશી અને લોહાણા સમાજે આ નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો.આ બંન્ને સમાજના ભારે વિવાદ બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ આ માફી બાદ પણ મામલો શાંત નથી પડ્યો.સ્વામિનારાયણ સંપ્રદાય સામે વીરપૂરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ

વીરપુરમાં લોહાણા સમાજ અને રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.જો જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપા (jalaram bapa) ના શરણોમાં આવી દંડવત કરી માફી નહીં માંગે તો અગામી સમયમાં રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ધરણા પણ થશે. જ્યારે આજે વહેલી સવારથી વિવાદીત નિવેદન પર વીરપૂર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.

જ્ઞાનપ્રકાશ સ્વામીએ શું કહ્યું હતું

જલારામ બાપુ (jalaram bapa) નો ઈતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.જલારામ બાપુ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા. અને ગુણાતીતાનંદ સ્વામિની ખુબ સેવા કરી હતી.સ્વામી જ્યારે વીરપુર ગયા ત્યારે જલારામ (jalaram bapa) ભગતને જાણ થતા તેઓ સ્વામીને લેવા ગયા હતા.ત્યારે સ્વામીએ ભગતને કહ્યું તમે અહીં સદવ્રત ચાલુ કરો.ત્યારે જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીને દાલ બાટી જમાડ્યા હતા. સ્વામીના આ નિવેદન બાદ ભારે વિરોધ થયો હતો.

 

 

 

Scroll to Top