જ્ઞાન પ્રકાશ સ્વામી સામે વેરાવળમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
થોડા સમય પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીના બફાટ બાદ મામલો ગરમાયો, સ્વામી વીરપુર આવીને માફી માંગી ગયા ચાત હજુ રઘુવંશી સમાજ લાલઘુમ જોવા મળી રહ્યો છે ત્યારે મામલો થાળે પડવાને બદલે મામલો ફરી એક વાર ઉછળ્યો છે, વેરાવળમાં સમાજના આગેવાન રાકેશ દેવાની સહિતના લોકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને કહ્યું હતું કે જેમ તેમ બોલતા સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે