Bangladesh:હિન્દુઓ પર અત્યાચાર, જયશંકર મોદીને મળ્યા, યુનુસ સરકારની ખેર નહી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં કેટલીક જગ્યાએ મંદિર તોડવામાં આવી રહ્યાં છે, તો ક્યાંક દુર્ગા પૂજા કરતાં રોકવામાં આવે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓમાં થઈ રહેલા હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર પર વાતચીત કરવામાં આવી અને રણનીતિ બનાવી.

જયશંકરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં બંને વચ્ચે આ મામલે વાતચીત થઈ હતી. તેવામાં સંસદ સત્રને લઈને પણ ચર્ચા થઈ હતી. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં હુમલાને લઈને વિપક્ષ સરકાર પાસે જવાબ માંગીને હંગામો કરી રહી છે. મળતી માહિતી મુજબ, જો સત્ર ખુલશે તો સરકાર બાંગ્લાદેશ મામલે નિવેદન આપવા તૈયાર છે.

હિન્દુ સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો

ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ ઈસ્કોના સદસ્ય હતા અને તાજેતરમાં તેમને નીકાળી દીધા હતા. જામીન ન મળતાં હિન્દુ સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો. તેમનું કહેવું છે કે, યુનુસ સરકારમાં તેમના પર અત્યાચાર થઈ રહ્યાં છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે ચટગામમાં વકીલની હત્યાની નિંદા કરી છે. તેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરતા ઘણા હિન્દુ અમેરિકન જૂથોએ માગ કરી છે કે, બાંગ્લાદેશને અમેરિકન સહાય એ શરતે આપવામાં આવે કે ત્યાંની સરકાર આ વસ્તીના રક્ષણ માટે યોગ્ય પગલાં લે.

ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ

બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં મંગળવારે સુરક્ષાકર્મીઓ અને ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના અનુયાયીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન એક સહાયક સરકારી વકીલનું મોત થયું હતું. પોલીસે આ હત્યાના આરોપમાં 30 લોકોની અટકાયત કરી છે. ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની સોમવારે ઢાકામાં શાંતિપૂર્ણ વિરોધનું નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Scroll to Top