Jaat Release Date: સની દેઓલની જાટ ફિલ્મ આ તારીખે રીલીઝ થશે

Jaat Release Date: સની દેઓલની અપકમીંગ ફિલ્મને લઈ જોરદાર માહોલ જામી ગયો છે.સની દેઓલ (sunny deol) ની છેલ્લી ફિલ્મ ગદર 2 હતું. જે વર્ષ 2023માં ફિલ્મ રિલીઝ થઈ હતી. ત્યારબાદ એકપણ ફિલ્મ આવી નથી. અગામી સમયમાં સની પાજી લાહોર 1947, જટ્ટ,બાપ,ગદર 3, સફર,અને બોર્ડર 2માં જોવા મળશે.સની દેઓલ (sunny deol) જાટ ફિલ્મ સાથે કમબેક કરતા જોવા મળી શકે છે.આ ફિલ્મ દેઓલના કરિયરની સૌથી મોટી ગણવામાં આવી રહી છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.

ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી

આ એક્શન ફિલ્મને લઈ લોકોએ X પર પોસ્ટ શેર કરતા કહ્યું સની દેઓલની એક્શન સુપરસ્ટાર ફિલ્મ જાટ 10 મી એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે.આ તસવીર હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલમાં પણ રિલીઝ થશે.જ્યારે આ ફિલ્મનું નિર્દેશન ગોપીચંદ માલિનીએ કર્યું છે. જ્યારે પીપલ મીડિયા ફેક્ટરી અને મૈત્રી મૂવી મેકર્સ ફિલ્મ પર પૈસાનું રોકાણ કર્યું છે.

જાટ 10 મી એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થશે

ફિલ્મનું સની દેઓલ (sunny deol) નું નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. જેમા તે ભૌકાલ લાગી રહ્યું છે. જાટ ફિલ્મ સાથે પ્રભાસની રાજા સાબ પણ રીલીઝ થવાની છે. અજીત કુમારની ફિલ્મ પણ 10મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે અજીત કુમારની ગુડ બેડ અગ્લી 10 એપ્રિલે રિલીઝ થશે. હવે સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

 

 

 

 

 

 

 

Scroll to Top