Isudan Gadhvi: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી સહિત ત્રણેય પાર્ટીએ ફોર્મ ભરીને ચૂંટણીની તૈયારી ચાલુ કરી દિધી છે. પરંતુ આ સ્થાનિક સ્વરાજમાં અનેક વિવાદ જોવા મળ રહ્યા છે.ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભાજપ પર આક્રરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં ગરબડ કરી રહી છે.
ઇસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યા
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) એ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ભાજપે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં પણ ગરબડ કરી છે.દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ અને ચૂંટણી આયોગના કેટલાક લોકો મળીને કામ કરે છે.ભાણવડમાં ભાજપ ઈચ્છી રહ્યું હતું કે કોઈપણ રીતે તેના વિરોધમાં કોઈ ઉમેદવારો ઊભા ના કરે.ભાજપને ખ્યાલ આવી ગયો કે ભાણવડમાં તેમની નગરપાલિકા બની શકે તેમ નથી તો તેમને કોંગ્રેસના લોકોને પક્ષ પલ્ટો કરાવ્યો.જ્યારે આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવ્યા અને ધમકાવ્યા હતા.હું કોઈ એક વ્યક્તિ પર ક્યારેય પર્સનલ આરોપ લગાવતો નથી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક મંત્રીના દબાણમાં એક ROએ સદંતર લોકતંત્રની હત્યા કરી છે.
ભાણવડમાં RO દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા કરવામાં આવી
છોટાઉદેપુર, સાણંદ અને ગઢડાની જે વાંધા અરજીઓ આવી તે તમામે અમને અને લેખિતમાં વાંધા અરજી આપી અને ખુલાસા માટે ટાઈમ આપ્યો. ત્યારબાદ અમારા લીગલ ટીમના સભ્યોએ તમામ પુરાવાઓ રજૂ કર્યા અને ત્યારબાદ અમારી અરજીઓ સ્વીકાર કરવામાં આવી. પરંતુ ભાણવડમાં RO દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા કરવામાં આવી. કલેકટર અને ચૂંટણી નિરીક્ષક ફક્ત જોતા રહ્યા. પહેલા સ્ક્રુટીની સમયે કોઈપણ વિવાદ ન હતો. પરંતુ મંત્રીના પુત્રએ ત્યાં જઈને ROને ડરાવ્યા. જેના કારણે ROએ અમારા ઉમેદવારો ઓફિસ છોડી ગયા તેના બાદ ફોર્મમાં વાંધો નીકાળીને ફોર્મને રદ કરવામાં આવ્યો. બીજી નગરપાલિકાઓમાં ROએ જે રીતે ખુલાસા માંગ્યા શું ભાણવડના RO તેવા ખુલાસા નહતા માંગી શકતા? તેનો મતલબ સ્પષ્ટ છે કે તમામ આઠ ઉમેદવારના ફોર્મ મંત્રીના દબાણના કારણે રદ થયા છે. ભાણવડમાં આમ આદમી પાર્ટી એટલી મજબૂત હતી કે અમને ઉમેદવાર નક્કી કરવામાં તકલીફ પડી હતી એટલા બધા યોગ્ય ઉમેદવારો હતા. કોઈપણ રીતે ભાજપની નગરપાલિકા બને તેવી સ્થિતિ ન હતી.
RO એ લોકતંત્રની હત્યા કરી
આ ઘટના બાદ RO સાથે વાત કરી અને પૂછ્યું કે શું તમારી પાસે રેકોર્ડિંગ છે? કારણ કે વાંધા અરજીનું રેકોર્ડિંગ કરવાનું હોય. વાંધાઅરજી આપવાની અને જવાબ લેવાની જે પણ કામગીરી કરવાની હતી તે કોઈ કામગીરી કરવામાં આવી નથી અને તેમણે લેખિતમાં લખ્યું છે કે વાંધાઅરજીનો નાશ પણ કરવામાં આવ્યો છે. વધુ એક બહેન જેમણે ઉમેદવારી પત્ર કર્યું હતું અને તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા, તો ગઈકાલે રાત્રે તેમનું ઘર ખાલી કરાવ્યું. મારું માનવું એમ છે કે 66 નગરપાલિકાઓમાં શા માટે ચૂંટણી જાહેર કરી છે? જો તમે લોકો રાજાશાહીમાં જ માનતા હોય તો ચૂંટણી શા માટે જાહેર કરો છો? આમ પણ બે વર્ષથી તમે ચૂંટણી થવા દીધી નથી.
ચૂંટણી આયોગમાં ફરિયાદ કરશું
આ સમગ્ર ઘટનાને લઈ આપ પાર્ટી હાઈકોર્ટમાં જશે અને ચૂંટણી આયોગમાં પણ ફરિયાદ કરશું. અમારું સ્પષ્ટ પણે માનવું છે કે ધાક ધમકીઓ આપીને દબાણ કરીને એક ગુનાહિત કામ કરવામાં આવ્યું છે. હું ગુજરાતની જનતાને અને ખાસ કરીને ભાણવડની જનતાને કહેવા માંગીશ કે ભાજપ બિનહરીફ બનીને ગેરકાયદેસર રીતે જીતવા માંગે છે અને આ ભાજપના લોકો કંસના વંશજ છે. આ લોકો કોઈના સગા નથી અને ફક્ત પ્રાઇવેટ કંપનીની જેમ પોતાની પાર્ટી ચલાવે છે.