ખંભાળિયા નજીકના વંગડી ડેમ મુદ્દે AAP એ આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi એ આજ રોજ વંગડી ડેમની ઢીલી કામગીરી સામે જળ હવનનું આયોજન કર્યું હતું, જેમાં અનેક ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. Isudan Gadhvi એ ભારપૂર્વક જણાવ્યું કે, “અમારી સ્પષ્ટ માંગ છે કે સરકાર વંગડી ડેમનું કામ એક વર્ષમાં પૂરું કરે અને ખેતી પર આધારિત ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પૂરતું વળતર ચુકવે.”
તેમણે તીખા શબદોમાં આરોપ મૂક્યો કે, “ભ્રષ્ટાચાર અને કરોડો રૂપિયાના બ્રિજ બાંધવા માટે સરકાર પાસે પૈસા છે, પણ વર્ષોથી અટકાયેલા વંગડી ડેમનું કામ પૂરું કરવા માટે કોઈ તત્પરતા દેખાતી નથી.”
આ પણ વાંચો – BJP Gujarat: આ ધારાસભ્યનું કાર્યકર સાથે જ અસભ્ય વર્તન!
ઈસુદાન ગઢવીએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી કે જો એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં થાય તો ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં સરકારના કોઈપણ કાર્યક્રમો થવા દઈશું નહીં. “જો કામ ઝડપથી શરૂ નહીં થાય તો જેને ‘જોયા જેવી’ કહે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે,” તેમ તેમણે ચીમકી ઉચ્ચારી. AAP ની આ ચળવળ હવે વંગડી ડેમ મુદ્દે વિસ્તૃત થઈ રહી છે, અને સ્થાનિક ખેડૂત સમુદાય પણ સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય ગરમાવો લાવશે તે સ્પષ્ટ છે.