આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો. બ્રિજ તૂટતાં આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. આ ઘટનામાં 05 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે અને 09 લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામા મુખ્યમંત્રીને જાણ કરાઈ હતી. સમગ્ર ઘટના અંગે તેમણે માહિતી મેળવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીને ઘટનાની જાણ કરી હતી. પરંતુ હવે આ અંગે AAP ના પ્રદેશ પ્રમુખ Isudan Gadhavi એ એક વીડિયો પોસ્ટ કરીને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે.
આ પણ વાંચો – Amit Chavda: ગંભીરા બ્રિજ વિશે કહ્યું તંત્રની બેદરકારી…