Iran Israel War વચ્ચે Operation Sindhu હેઠળ શુક્રવારે મોડી રાત્રે 290 ભારતીય નાગરિકો દિલ્હી પરત ફર્યા. તેમાંના મોટાભાગના કાશ્મીરના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત, કેટલાક મુસાફરો દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના પણ છે. MEA ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 517 ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફર્યા છે. શુક્રવારે મોડી રાત્રે બે બેચમાં 407 ભારતીયો પરત ફર્યા. રાત્રે 10:30 વાગ્યાની ફ્લાઇટમાં 190 કાશ્મીરી વિદ્યાર્થીઓ સહિત 290 લોકો અને સવારે 3 વાગ્યાની ફ્લાઇટમાં 117 લોકો હતા. અગાઉ 19 જૂને, 110 વિદ્યાર્થીઓ આર્મેનિયા અને દોહા થઈને ભારત પહોંચ્યા હતા. શનિવાર સાંજ સુધીમાં બીજી ફ્લાઇટ આવી શકે છે.
Iran થી દિલ્હી પહોંચેલા આ મુસાફરોએ એરપોર્ટ પર ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા. આ દરમિયાન કેટલાક લોકો ભાવુક પણ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ હતા, જ્યારે કેટલાકે જમીન પર માથું નમાવીને આભાર માન્યો હતો.
આ પણ વાંચો – Melodi: PM મોદીએ ઈટલીના PM મેલોની સાથે કરી વાતચીત
આજે Israel અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો 9મો દિવસ છે. દરમિયાન, ઇઝરાયલે હવાઈ હુમલામાં ઈરાનના ડ્રોન કમાન્ડર અમીન પોર જોડખીને મારી નાખવાનો દાવો કર્યો છે. આ પહેલા, ઇઝરાયલે 13 જૂને ડ્રોન યુનિટના વડા તહાર ફરને મારી નાખ્યો હતો. ત્યારથી, જોડખી ડ્રોન યુનિટના હવાલે હતા. ઇઝરાયલે અત્યાર સુધીમાં 12 થી વધુ ઈરાની લશ્કરી અધિકારીઓને મારી નાખ્યા છે. આમાં ઈરાની આર્મી ચીફ મોહમ્મદ બાઘેરી, આઈઆરજીસી ચીફ હુસૈન સલામી અને અન્ય ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.
દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇઝરાયલને યુદ્ધ બંધ કરવા માટે નહીં કહે. તેમણે કહ્યું કે ઇઝરાયલ હાલમાં યુદ્ધમાં આગળ છે. આવી સ્થિતિમાં, જો કોઈ જીતી રહ્યું છે, તો તેને રોકવું મુશ્કેલ છે. ઈરાને શનિવારે સવારે તેલ અવીવ અને ઇઝરાયલના અન્ય શહેરો પર મિસાઈલ હુમલા કર્યા. તે જ સમયે, ઇઝરાયલે પણ બદલો લીધો અને ઈરાનના ઇસ્ફહાનના કોમમાં મિસાઈલ હુમલા કર્યા. આમાં 2 લોકો માર્યા ગયા છે અને 4 ઘાયલ થયા છે. છેલ્લા 8 દિવસમાં ઇઝરાયલમાં 24 લોકો માર્યા ગયા છે, જ્યારે 900 થી વધુ ઘાયલ થયા છે. ઈરાનમાં 657 લોકો માર્યા ગયા છે અને 2000 થી વધુ ઘાયલ થયા છે. આ આંકડો વોશિંગ્ટન સ્થિત ઈરાની માનવ અધિકાર જૂથ દ્વારા આપવામાં આવ્યો છે.