IPL Playoffs: Gujarat Titans ને મોટો ઝટકો!

IPL Playoffs

IPL Playoffs: IPLમાં હવે માત્ર 6 મેચ બાકી છે. પ્લેઓફ માટે ચાર ટીમોની પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ ક્વોલિફાયર 1 માં કઈ ટીમો હશે તે હજુ નક્કી થયું નથી. ગુરુવારે, લખનૌ સુપરજાયન્ટ્સે Gujarat Titans ને હરાવ્યું, જે બાદ ક્વોલિફાયર 1 માં રમવાની તેમની તકો ખતમ કરી દીધી. LSG વિરુદ્ધ મેચમાં ગુજરા ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. ગુરુવારે, લખનૌ સુપરજાયન્ટ્સે અમદાવાદમાં 235 રન બનાવ્યા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 202 રન જ બનાવી શકી હતી. ગુજરાત માટે સાંઈ સુદર્શન અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી શક્યા નહી.

Image

ગુજરાત ટાઇટન્સને 13 મેચમાં ચોથી વખત હારનો સામનો કરવો પડ્યો. ટીમ હજુ પણ 9 જીતથી 18 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જો તેઓ ટોપ-2 માં સ્થાન મેળવવા માંગતા હોય, તો તેમને ચેન્નાઈ સામેની છેલ્લી મેચ જીતવી પડશે. જ્યારે Lucknow Super Giants 13 મેચમાં છઠ્ઠી જીત મેળવી હતી. ટીમ હજુ પણ 12 પોઈન્ટ સાથે 7મા ક્રમે છે, પરંતુ તેમણે ગુજરાતની ટોપ-2માં પહોંચવાની આશાઓને મોટો ફટકો આપ્યો છે. LSG હવે તેની છેલ્લી મેચમાં RCBનું કામ બગાડી શકે છે.

આ પણ વાંચો – Avantika Singh: CMO માં મળી મહત્વપૂર્ણ જવાબદારી


આ પણ વાંચો – Gondal: Nikhil Donga બાદ Banni Gajera પર લાગશે GUJCTOC?

આજે IPLમાં Royal Challengers Bengaluru નો મુકાબલો Sunrisers Hyderabad સામે થશે. RCB ના 12 મેચમાં 17 પોઈન્ટ છે, જેમાં 8 જીત અને 1 ડ્રો છે. ટીમ IPL Playoffs માં પહોંચી ગઈ છે અને આજની મેચ જીતીને નંબર 1 પર પણ પહોંચી શકે છે. ત્યારબાદ ટોપ-2 માં સ્થાન મેળવવા માટે તેમને લખનૌ સામેની છેલ્લી મેચ પણ જીતવી પડશે. જો RCB આજે હારી જાય છે, તો ટીમ માટે ટોપ-2 માં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે. જ્યારે Punjab Kings ના 17 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. Mumbai Indians ના 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

Scroll to Top