IPL 2025 ની તારીખમાં ફેરફાર, આ તારીખે રમાશે પ્રથમ મેંચ

IPL 2025: 14 માર્ચથી શરૂ થવાની હતી.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે IPLની આગામી સિઝનની તારીખ બદલવામાં આવી છે. હવે IPL 2025  23 માર્ચથી શરૂ થશે. પરંતુ પ્લેઓફ અને ફાઈનલ મેચની તારીખ હજુ સુધી જાણી શકાઈ નથી. આઈપીએલ IPL  ના નવા શિડ્યુલ પર કામ ટૂંક સમયમાં શરૂ થશે. BCCIએ મુંબઈ હેડક્વાર્ટરમાં બેઠક યોજી હતી. જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે આગામી બેઠક 18 કે 19 જાન્યુઆરીએ થશે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે.મળતી માહિતી અનુસાર IPL 2025ની તારીખ બદલીને 23 માર્ચ કરવામાં આવી છે.

23 માર્ચે IPL 2025ની પ્રથમ મેંચ રમાશે

ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે. જ્યારે ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે અને બીજી સેમિફાઇનલ 5 માર્ચે રમાશે. આ પછી તરત જ 14 માર્ચથી IPL શરૂ થવાની હતી. જેના કારણે ખેલાડીઓને વધુ બ્રેક નથી મળતો. ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માટે માર્ચમાં પાકિસ્તાન અને UAEમાં યોજાનારી IPLમાં ઘણા વિદેશી ખેલાડીઓ પણ ભાગ લેશે. જેના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ફાઈનલ મેચની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

આઈપીએલની શરુઆતની તારીખ શા માટે બદલવામાં આવી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. IPL 2025નું શેડ્યૂલ પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ટૂંક સમયમાં આ અંગે અપડેટ આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ સીઝનની મેગા ઓક્શન જેદ્દાહમાં યોજાઈ હતી. જેમાં રિષભ પંત સૌથી મોંઘા ખેલાડી તરીકે વેચાયો હતો. પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

 

Scroll to Top