SRH ની ટીમ દ્વારા IPL 2025 સીઝનની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે રાજસ્થાન રોયલ્સ સામેની પોતાની પહેલી જ મેચમાં પોતાના નામે કેટલાક નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 286 રન બનાવવામાં આવ્યા હતા. જે IPL ના ઇતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બીજો સૌથી વધુ સ્કોર રહેલો છે અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ મેચ પણ 44 રનથી જીતી લીધી હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા RCB ટીમનો 12 વર્ષ જૂનો મોટો રેકોર્ડ પણ તોડી નાખવામાં આવ્યો હતો.
IPLના ઇતિહાસમાં એક ઇનિંગમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો SRH એ બનાવ્યો રેકોર્ડ
રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન શરૂઆતથી જ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા જોવા મળ્યા હતા. આ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ દ્વારા કુલ 46 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. જે IPL ના ઇતિહાસમાં કોઈપણ મેચની એક ઇનિંગમાં ફટકારવામાં આવેલી સૌથી વધુ બાઉન્ડ્રી રહેલી છે. આ પહેલા આ રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નામે રહેલો હતો, જેમાં તેણે 2013 માં પુણે વોરિયર્સ સામેની મેચમાં પોતાની ઇનિંગમાં કુલ 42 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી.
IPL ઇનિંગ્સમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમો
સનરાઇઝર્સ હૈદરાબાદ – ૪૬ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (વર્ષ ૨૦૨૫)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ૪૨ વિરુદ્ધ પુણે વોરિયર્સ (વર્ષ ૨૦૧૩)
લખનૌ સુપર જાયન્ટ્સ – ૪૧ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (વર્ષ ૨૦૨૩)
સનરાઇઝર્સ હૈદરાબાદ – ૪૧ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (વર્ષ ૨૦૨૪)
SRH એ પાવરપ્લેમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો તોડ્યો રેકોર્ડ
IPL 2025 ની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ દ્વારા પાવરપ્લેમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ દ્વારા પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 94 રન બનાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 15 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. હૈદરાબાદની ટીમ દ્વારા આ મામલામાં દિલ્હી કેપિટલ્સનો રેકોર્ડ તોડી નાખવામાં આવ્યો છે, જેણે વર્ષ 2022 માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં પાવરપ્લે દરમિયાન કુલ 14 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા.
IPL માં પાવરપ્લે મેચમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટીમો નીચે મુજબ…
સનરાઇઝર્સ હૈદરાબાદ – ૧૫ ચોગ્ગા વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (વર્ષ ૨૦૨૫)
દિલ્હી કેપિટલ્સ – ૧૪ ચોગ્ગા વિરુદ્ધ પંજાબ કિંગ્સ (વર્ષ ૨૦૨૨)
ચેન્નાઈ સુપર કિંગ્સ – ૧૩ ચોગ્ગા વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ (૨૦૧૫)
સનરાઇઝર્સ હૈદરાબાદ – ૧૩ ચોગ્ગા વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ (વર્ષ ૨૦૨૪)
દિલ્હી કેપિટલ્સ – ૧૩ ચોગ્ગા વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (વર્ષ ૨૦૨૪)