IPL 2025: આઈપીએલની 18મી સિઝન શરૂ થવા જઈ રહી છે. BCCIએ પ્રથમ મેંચના સ્થળની જાણકારી આપી દીધી છે.પરંતુ હજૂ તારીખો સામે આવી નથી. મળતી માહિતી અનૂસાર IPL 2025ની પ્રથમ મેચ 22 માર્ચ શનિવારના રોજ રમાશે.આ પ્રથમ મેંચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે.પ્રથમ મેંચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
KKR અને rcb વચ્ચે રમાશે મેંચ
મળતી માહિતી મૂજબ KKR અને RCB વચ્ચે પ્રથમ મેંચ રમાશે.જ્યારે બીજી મેંચ ગત સિઝનની ફાઇનલિસ્ટ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રાજસ્થાન રોયલ્સ (RR) ટકરાશે. આ મેંચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર બપોરે 3.30 વાગ્યાથી રમાશે.તમને જણાવી દઈએ કે BCCIએ હજુ સુધી ટૂર્નામેન્ટ મેચોની તારીખોની સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.
જ્યારે બીજી મેંચ rr અને srh વચ્ચે રમાશે
12 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં BCCIના ઉપાધ્યક્ષે સંકેત આપ્યા હતા કે IPL 23 માર્ચથી શરૂ થઈ શકે છે. પરંતુ અહેવાલ મુજબ હવે બોર્ડે તેમાં થોડો ફેરફાર કર્યો છે.IPLનું સંપૂર્ણ શેડ્યૂલ આગામી 1 થી 2 દિવસમાં જાહેર થઈ શકે છે, તમને જણાવી દઈએ કે IPLની નવી સિઝનમાં ફાઈનલ સહિત કુલ 74 મેચ રમાશે. ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ મેચ સિવાય IPL 2025ની ફાઈનલ પણ 25 મેના રોજ રમાશે. મળતી માહિતી મુજબ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બે પ્લે ઓફ મેચ યોજાશે.
આ વર્ષે 12 ગ્રાઉન્ડ્ર પર રમાશે ipl
આ વર્ષે આઈપીએલની મેચો 10 નહીં પરંતુ 12 ગ્રાઉન્ડ પર રમાશે.આ સિઝનમાં 2 નવા ગ્રાઉન્ડો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ગુવાહાટી અને ધર્મશાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સે ટૂર્નામેન્ટમાં ધર્મશાલાને તેમના બીજા સ્થળ તરીકે પસંદ કર્યું છે, જ્યાં 3 મેચ રમાશે. રાજસ્થાન રોયલ્સે જયપુરની સાથે ગુવાહાટીમાં રમશે. 26 અને 30 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.