IPL 2025નું BCCI એ જાહેર કર્યું શેડ્યૂલ,CSK અને MI ની આ તારીખે મેંચ

IPL 2025 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2025ની 18મી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2025ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 22 માર્ચે KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર રમાશે. જ્યારે IPL 2025ની ફાઈનલ 25મી મેના રોજ રમાશે.IPL 2025ની પ્રથમ મેચ 22 માર્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે, જ્યારે 18મી સીઝનની ફાઈનલ પણ 25મી મેના રોજ ઈડન ગાર્ડન્સમાં રમાશે. IPL 2025માં 13 શહેરોમાં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચો રમાશે.લીગની મેચો 22 માર્ચથી 18 મે વચ્ચે રમાશે.

RCB અને KKR વચ્ચે પ્રથમ મેંચ

IPL 2025ની સૌથી મોટી મેચ 23 માર્ચે રમાશે. IPLની બે સૌથી મોટી ટીમો આ દિવસે ટકરાશે. 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ટક્કર થશે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે બે વખત સામ સામે ટકરાશે.IPL 2025ની બીજી મેચ 23 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. 23મી માર્ચે જ ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે ટક્કર થશે.

25 મેના રોજ ફાઇનલ રમાશે

ક્વોલિફાયર-1 20મી મેના રોજ રમાશે. એલિમિનેટર મેચ 21 મેના રોજ જ્યારે ક્વોલિફાયર-2 માટે મેચ 23 મેના રોજ યોજાશે. જ્યારે 25 મેના રોજ ફાઇનલ રમાશે.IPLની 18મી સિઝનની મેચો કુલ 13 શહેરોમાં રમાશે. IPL 2025ની મેચો લખનૌ, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, બેંગલુરુ, ન્યુ ચંદીગઢ, જયપુર, દિલ્હી, કોલકાતા અને ધર્મશાળામાં રમાશે. IPL 2025માં કુલ 12 ડબલ હેડર મેચ છે.

Scroll to Top