IPL 2025: વિશ્વમાં સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમીયમ લીગ(IPL) હમેંશા તેના ફેન્સ માટે કંઈકને કંઈક નવું લાવતી રહે છે. ત્યારે આ સિઝનમાં IPLની બ્રોડકાસ્ટિંગ ટીમે બધાનું ધ્યાન ખેંચવા માટે ટીમમાં એક નવો સભ્ય જોડ્યો છે, જે એક રોબોટ ડોગ છે. વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રીકેટ લીગ આધુનિક ટેકનોલોજીનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કરી રહી છે.ત્યારે આ સિઝનમાં રોબોટ ડોગની મેદાન પરની ઉપસ્થિતિની નોંધ બધા લઈ રહ્યા છે. આ રોબોટ ડોગ(Robot Dog) પર લગાવેલા હાઈડેફીનેશન કેમેરા દ્વારા ચાહકો સુધી બી હાઈન્ડ ધ સીન મોમેન્ટસ પહોચાડવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત પ્રેક્ટિસ તેમજ ટોસ દરમિયાન તેના કેમેરાએ લીધેલા અલગ જ એંગલથી દ્રશ્યો લઈને ચાહકો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. ક્રિકેટરો પણ તેની સાથે મસ્તી કરતા હોય તેવી તસવીરો અને વિડીયો પણ વાઈરલ છે.
સતાવાર સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી એન્ટ્રીની જાહેરાત.
રોબોટ ડોગની આઈપીએલમાં એન્ટ્રીની જાહેરાત લીગના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરાયેલા એક ખાસ વિડિઓ દ્વારા કરવામાં આવી હતી. વિડિઓમાં, ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને લોકપ્રિય કોમેન્ટેટર ડેની મોરિસે(Daniel Morrison) રોબોટિક ડોગનું અનાવરણ કર્યું અને જાહેર કર્યું કે તે IPL 2025 સીઝન માટે પ્રસારણ કવરેજનો ભાગ હશે.વિશેષ કે દરેક ફેન્સને આ ડોગનું નામ રાખવાની પણ તક આપી છે. ટીમના મોટાભાગના ખેલાડીઓને આ ડોગ ખૂબ જ પસંદ આવે છે. રોબો ડોગ ખેલાડીઓના પ્રેક્ટીસ અને મેચના ટોસ સમયે તેનું યોગદાન આપે છે.આ સમયે તે તેના વિવિધ કેમેરાથી ફોટા ખેંચે છે,આ સિવાય ટોસ વખતે સિક્કો પહોંચાડવાનું કામ કરે છે.
કોના જેવો લાગે છે આ રોબો ડોગ?
આ રોબો-ડોગ મેસેચ્યુસેટ્સ સ્થિત રોબોટિક્સ કંપની બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા સૌપ્રથમ ડિઝાઇન કરાયેલા રોબોટ ડોગની યાદ અપાવે છે, જેને વિવિધ હેતુઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં સૈન્ય માટે પેક-મ્યુલ તરીકે સેવા આપવાથી લઈને માનવો માટે ખૂબ જોખમી ગણાતી જગ્યાઓનું નિરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે. IPL રોબોટ ડોગ બોસ્ટન ડાયનેમિક્સ કંપનીના અત્યાર સુધીના સૌથી નાના અને સૌથી સુંદર ક્વાડ્રેપેડ પર આધારિત દેખાતો હતો.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp