IPL 2025: આ ખેલાડીની રાતો રાત કિસ્મત ચમકી,મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો 2 કરોડમાં

IPL2025ની સિઝનની ટૂંક સમયમાં શરૂઆત થવાની છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને મોટો ઝટકો લાગ્યા છે.IPL ઓક્શનમાં મુંબઈએ ફઘાનિસ્તાનનો ઓફ સ્પિનર ​​અલ્લાહ ગઝનફર (Allah Ghazanfar) ને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.પરંતુ મળતી માહિતી અનુસાર અલ્લાહ ગઝનફર (Allah Ghazanfar) ઈજાગ્રસ્ત થતા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમને મોટો ફટકો પડ્યો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) અલ્લાહ ગઝનફર (Allah Ghazanfar) ની જગ્યાએ મુજીબ ઉર રહેમાનને ટીમમાં સામેલ કર્યો છે.

ગઝનફરની જગ્યાએ મુજીબ ઉર રહેમાનને સ્થાન મળ્યું

મુંબઈ ઈન્ડિયન્સે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટે અલ્લાહ ગઝનફર (Allah Ghazanfar) ના સ્થાને મુજીબ ઉર રહેમાનને રીપ્લેસ કર્યો છે.અલ્લાહ ગઝનફર (Allah Ghazanfar) ઈજાગ્રસ્ત હોવાથી IPL 2025માંથી બહાર થઈ ગયો છે. મુજીબ ઉર રહેમાન ઓફ સ્પિનર છે. તેણે અત્યારસુધીમાં 19 IPLની મેચ રમયો છે.રહેમાન 2 કરોડની બેઝ પ્રાઈસથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કરોડની બેઝ પ્રાઈસથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો

મુજીબ ઉર રહેમાન હાલ તો ઈજાગ્રસ્ત છે. આ ઉપરાંત તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે અફઘાનિસ્તાન ટીમનો પણ ભાગ નથી. પરંતુ મળતી માહિતી અનુસાર મુજીબ ઉર રહેમાન IPLની શરૂઆત પહેલા ફિટ થઈ જશે અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાઈ જશે. મુજીબ ઉર રહેમાન અત્યાર સુધી આઈપીએલમાં હૈદરાબાદ અને પંજાબની ટીમ તરફથી રમી ચૂક્યો છે.તમને જણાવી દઈએ કે,અલ્લાહ ગઝનફર (Allah Ghazanfar) ને આઈપીએલ મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Scroll to Top