IPL 2025 Closing Ceremony: શંકર મહાદેવનની દમદાર પરફોર્મન્સ, 3 વર્ષ બાદ નવો ચેમ્પિયન

IPL 2025 Closing Ceremony

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 Closing Ceremony થશે. આ સાથે Punjab Kings અને Royal Challengers Bengaluru વચ્ચેની મેચ પહેલા સમાપન સમારોહ થશે. તેની થીમ ‘Operation Sindoor’ છે. ત્રણેય સેનાના વડાઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, તેમની ભાગીદારી હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. આખા Narendra Modi Stadium ને ત્રિરંગા લાઇટોથી શણગારવામાં આવશે અને આ સમય દરમિયાન ગાયક Shankar Mahadevan દ્વારા લાઇવ કોન્સર્ટ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકોની ક્ષમતા છે. આમાંથી 25,000 બેઠકો ભારતીય સશસ્ત્ર દળો અને ટીમ મેનેજમેન્ટ માટે અનામત રાખવામાં આવી છે. બાકીની ટિકિટો વેચાઈ ગઈ છે.

IPL 2025 Closing Ceremonyમાં પરફોર્મ કરશે શંકર મહાદેવન 

સમાપન સમારોહમાં, પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન એક ગીત ગાઈને ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપશે. મંગળવારે, શંકર તેમના પુત્રો સિદ્ધાર્થ મહાદેવન અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કરશે. શંકરના પરફોર્મન્સમાં ઓપરેશન સિંદૂરમાં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરવામાં આવશે અને પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

IPL 2025 Closing Ceremony

આ પણ વાંચો – IPL : શું IPL 2025ની ફાઈનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડશે ?

IPL 2025 Closing Ceremony બાદ ફાઈનલ મેચ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલ મેચ આજે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે રમાશે. બંને 18 વર્ષથી ટાઇટલની રાહ જોઈ રહ્યા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. લીગને 3 વર્ષ પછી નવો ચેમ્પિયન મળશે. IPL ને છેલ્લે 2022 માં નવો ચેમ્પિયન મળ્યો હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાનને હરાવ્યું હતું. બેંગલુરુ ચોથી વખત અને પંજાબ બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે, પરંતુ આ બંને ટીમો વચ્ચેની પહેલી ફાઇનલ હશે. RCB 2009, 2011 અને 2016 માં ફાઇનલ હારી ચૂક્યું છે, જ્યારે PBKS ને 2014 માં એકમાત્ર ફાઇનલ હારવી પડી હતી.

IPLના ઇતિહાસમાં PBKS અને RCB વચ્ચે અત્યાર સુધીમાં 36 મેચ રમાઈ છે. બંનેએ 18-18 મેચ જીતી છે. બંને ટીમો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીજી વખત ટકરાશે. બંને આ સિઝનના ક્વોલિફાયર-1માં પણ ટકરાયા હતા, ત્યારે બેંગ્લોરે 8 વિકેટથી મેચ જીતી હતી. આ સિઝનમાં બંને વચ્ચે આ ચોથી મેચ હશે. બેંગ્લોરે 2 અને પંજાબે 1 જીતી હતી.

PBKS v/s RCB

કેપ્ટન Shreyas Iyer પંજાબ ટીમનો ટોપ સ્કોરર છે. તેણે 16 મેચમાં 603 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેનો બેસ્ટ સ્કોર 97 અણનમ છે, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો હતો. શ્રેયસે ક્વોલિફાયર-2માં મુંબઈ સામે 87 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. બોલિંગમાં, અર્શદીપ સિંહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 16 મેચમાં 18 વિકેટ લીધી છે.

RCB નો ટોપ સ્કોરર Virat Kohli છે. તેણે અત્યાર સુધી 14 મેચમાં 614 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 અડધી સદી પણ ફટકારી છે. તેના સાથી ઓપનર ફિલ સોલ્ટે લગભગ દરેક મેચમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. તે જ સમયે, ત્રીજા નંબર પર દેવદત્ત પડિકલ પછી, મયંક અગ્રવાલે પણ પોતાની જવાબદારી સારી રીતે સમજી છે. કેપ્ટન રજત પાટીદાર પણ નંબર-4 પર અસરકારક સાબિત થયા છે.

હવામાન વિભાગની આગાહી

મેચને ધ્યાનમાં રાખીને સોમવારે અમદાવાદમાં હવામાન સારું નહીં રહે. બપોરે સૂર્યપ્રકાશની સાથે વાદળો રહેશે અને વરસાદની શક્યતા છે. મેચના દિવસે અહીં તાપમાન 27 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. ક્વોલિફાયર-2 પણ અહીં વરસાદને કારણે ખોરવાઈ ગયું હતું. મેચ 2 કલાકના વિલંબ પછી શરૂ થઈ હતી. જો ફાઇનલમાં વરસાદ પડે છે, તો 120 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. જો તે સમય દરમિયાન પણ મેચ નહીં થાય, તો તે રિઝર્વ ડે એટલે કે 4 જૂને રમાશે. જો રિઝર્વ ડે પર પણ કોઈ પરિણામ નહીં આવે, તો ટ્રોફી બંને ટીમો વચ્ચે વહેંચવામાં આવશે.

મહત્વનું છે કે, ક્વોલિફાઈંગ મેચમાં પણ વરસાદ વિધ્ન બન્યો હતો અને થોડી કલાકો માટે મેચ રોકવાની ફરજ પડી હતી. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફાઈનલ દરમિયાન પણ વરસાદને કારણે IPLની ફાઈનલ મેચની મજા બગડી શકે છે. વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મેચ કલકત્તામાં યોજાવાની હતી પરંતુ કેટલાંક કારણોસર આ ક્વોલિફાયર 2 અને ફાઈનલ મેચ અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનો નિર્ણય કર્યો હતો.

 

Scroll to Top