IPL 2025નો ઉત્સાહ ધીમે ધીમે વધી રહ્યો છે. bcciએ હરાજી માટેની તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શન યોજાશે. જેમાં કુલ 1,574 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. હરાજીમાં ઘણા દેશોના કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓ ખરીદવામાં આવશે. તો ચાલો જાણીએ કે, કેટલા કેપ્ડ, અનકેપ્ડ અને Associate Nationના ખેલાડીઓએ હરાજી માટે નોંધણી કરાવી છે. મેગા ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવનારા ખેલાડીઓમાં 1,165 ભારતીય અને 409 વિદેશી સામેલ છે.
272 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ
320 કેપ્ડ ખેલાડીઓમાં 48 ભારતીય અને 272 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1,224 અનકેપ્ડ ખેલાડીઓમાં 152 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 965 વધુ અનકેપ્ડ ભારતીયોનો સમાવેશ થાય છે. બાકીના આંતરરાષ્ટ્રીય અનકેપ્ડ ખેલાડીઓમાં 104 ખેલાડીઓ અને 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે જે ગત સિઝનમાં IPLનો ભાગ હતા.
કયા દેશના કેટલા ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું?
અફઘાનિસ્તાન – 29 ખેલાડીઓ
ઓસ્ટ્રેલિયા – 76 ખેલાડીઓ
બાંગ્લાદેશ – 13 ખેલાડીઓ
કેનેડા – 4 ખેલાડીઓ
ઈંગ્લેન્ડ – 52 ખેલાડીઓ
આયર્લેન્ડ – 9 ખેલાડીઓ
ઇટાલી – 1 ખેલાડી
નેધરલેન્ડ – 12 ખેલાડીઓ
ન્યુઝીલેન્ડ – 39 ખેલાડીઓ
સ્કોટલેન્ડ – 2 ખેલાડીઓ
દક્ષિણ આફ્રિકા – 91 ખેલાડીઓ
શ્રીલંકા – 29 ખેલાડીઓ
UAE – 1 ખેલાડી.
USA – 10
વેસ્ટ ઈન્ડિઝ – 33
ઝિમ્બાબ્વે – 8
ફ્રેન્ચાઈઝ 204 ખેલાડીઓ ખરીદી શકે છે
IPL 2025 માટે મેગા ઓક્શનમાં માત્ર 204 ખેલાડીઓ જ ખરીદવામાં આવશે. IPLની તમામ 10 ટીમોમાં કુલ 204 સ્લોટ ખાલી છે, જેને ભરવા માટે ટીમો બોલી લગાવશે. આ રીતે, કુલ 1,574 ખેલાડીઓ જેમણે નોંધણી કરાવી છે, તેમાંથી માત્ર 204 ખેલાડીઓ જ ખરીદવામાં આવશે. એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 25 ખેલાડીઓ જ ખરીદી શકે છે.
હરાજી માટે કઈ ફ્રેન્ચાઈઝ પાસે કેટલા પૈસા
ચેન્નાઈ સુપર કિંગ્સ – રૂ. 55 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ – 45 કરોડ રૂપિયા
કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 51 કરોડ
રાજસ્થાન રોયલ્સ – રૂ. 41 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ – 45 કરોડ રૂપિયા
ગુજરાત ટાઇટન્સ – રૂ. 69 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ 83 કરોડ
દિલ્હી કેપિટલ્સ – રૂ. 73 કરોડ
પંજાબ કિંગ્સ – રૂ. 110.5 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ – રૂ. 69 કરોડ.