Gujarat News: Rajkot Hit And Run કેસમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા તાલુકા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. 21મી માર્ચે ન્યારી ડેમ રોડ પર 18 વર્ષીય એક્ટિવાચાલક યુવકને પૂરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો. જેની હાલત હજુ સુધી ગંભીર છે આ મામલે ઇજાગ્રસ્ત યુવકનાં પરીવારજનોએ ગૃહ મંત્રી તથા પોલીસ કમિશનરને કરેલી પુરાવા સાથેની રજુઆત બાદ તપાસનાં આદેશ આપવામા આવ્યા છે અને આ ઘટનામા યુનિ. કાયદા વિભાગનાં હેડ રાજુ દવેનાં પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસનાં માલીકનાં પુત્રને બચાવવા પોલીસે ખેલ પાડયો હોવાનો આક્ષેપ કરવામા આવતા આગામી દિવસોમા આ મામલે નવા જુનીનાં એંધાણ દેખાઇ રહયા છે
Rajkot હિટ એન્ડ રનની ઘટનામાં નબીરા પર કાર્યવાહી કરવાને બદલે પોલીસ બચાવમાં આવી ? #rajkotpolice
