- 4332 દિવસ પછી ટેસ્ટ સિરીઝ હારી ગયું
- ન્યુઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી આગળ
- ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટ મેંચમાં ભારતને 113 રનથી હરાવ્યું
પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની કરારી હાર થઈ છે. ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટ મેંચમાં ભારતને 113 રનથી હરાવ્યું છે. આ સાથે ન્યુઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી આગળ થઈ ગયું છે. ન્યુઝીલેન્ડ પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતીયું છે.ભારતીય ટીમ ઘરઆંગણે 4332 દિવસ પછી ટેસ્ટ સિરીઝ હારી ગયું છે. આ પહેલા 2012માં ઈંગ્લેન્ડે ભારતને ભારતમાં આવી હરાવ્યું હતું. ત્યારે ભારતીય ટીમનો કેપ્ટન એમ એસ ધોની હતો. ત્યારબાદ 12 વર્ષ પછી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ગઈ છે. સતત 18 ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ ભારત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી ગયું છે.
ન્યુઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી આગળ
બીજી ટેસ્ટ મેંચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કીવી ટીમે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 156 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે 103 રનની મોટા લીડ મોળવી હતા. બીજા ઈનિંગમાં ન્યુઝીલેન્ડે 255 રન બનાવ્યા અને ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેના જવાબમાં ભારતે ટીમ 245 રન જ બનાવી શકી હતી.
BGT માટે ભારતીય ટીમની જાહેરાત
રોહિત શર્મા (C), જસપ્રિત બુમરાહ (VC), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (WK), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (WK), આર અશ્વિન. , રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ , આકાશ દીપ , પ્રસિદ્ધ કૃષ્ણ , હર્ષિત રાણા , નીતિશ કુમાર રેડ્ડી , વોશિંગ્ટન સુંદર.