ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટેસ્ટ મેંચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટમાં ભારતની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 156 રનમાં આખી ટીમ આઈટ થઈ ગઈ છે. ભારતીય ટીમમાં સૌથી વધુ રન રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો. તેમણે 46 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ રન તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
ન્યુઝીલેન્ડને 103 રનની લીડ મળી
ભારતીય ટીમ પ્રથમ દાવમાં ફ્લોપ રહી હતી. ભારતના સ્ટાર બેટર ફેલ રહ્યા હતા જેમાં ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમની ગુલ, રીષભ પંત ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી લધુ વિકેટ મિશેલ સેન્ટનરે 7 વિકેટ લધી હતી. જ્યારે ઓલરાઉન્ડ ગ્લેન ફિલિપ્સ 2 અને સાઉથી 1 વિકેટ લધી હતી. ભારતની નિષ્ફળ બેંટીગના કારણે ન્યુઝીલેન્ડને 103 રનની લીડ મળી હતી.
ભારતીય સ્પિનરોએ 10 બેટ્સમેનોને આઉટ કર્યા
આ છઠ્ઠી વખત છે જ્યારે ભારતમાં કોઈ ટેસ્ટના પ્રથમ દિવસે સ્પિનરોએ પ્રથમ દાવમાં વિરોધી ટીમના તમામ 10 બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ વર્ષે બીજી વખત આવું બન્યું છે. અગાઉ ધર્મશાળામાં ભારતીય સ્પિનરોએ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. હાલમાં ભારતના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર છે.