Champions Trophy ની ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની હેટ્રિક,2013, 2017 અને હવે……

Champions Trophy 2025: ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)ની ફાઇનલમાં (ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ 2025) જગ્યા બનાવી લીધી છે.સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 264 રન બનાવ્યા હતા.આ સ્કોર ભારતે 11 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલી (virat kohli) નો હતો. કોહલીએ આ મેંચમાં 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક લગાવી

ભારતે (team india) ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક લગાવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) નો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ (team india) 2017માં પણ ફાઇનલમાં પહોંચી હતી. ત્યારે ભારતની પાકિસ્તાન સામે 180 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમ (team india) ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની ફાઈનલ રમશે.

સ્ટીવ સ્મિથે વન-ડે માંથી નિવૃત્તિ લીધી

ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) સેમિફાઇનલમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે સ્મિથની કેપ્ટનશીપ હેઠળ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) રમી હતી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ભારત (team india) સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. આ મેચ પછી સ્મિથે વન-ડે માંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ટીમ ઈન્ડિયા સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે મેચ રમી હતી

 

Scroll to Top