IND vs AUS 5th Sydney Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25ની ચાર ટેસ્ટ રમાઈ છે. હવે શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. અત્યાર સુધીની શ્રેણી ટીમ ઈન્ડિયા માટે ઘણી ખરાબ રહી છે. ચાર મેચ બાદ ઓસ્ટ્રેલિયા (Australia) શ્રેણીમાં આગળ છે. હવે સિડનીનો રેકોર્ડ જોઈને ટીમ ઈન્ડિયા પર સિરીઝ ગુમાવવાનો ખતરો છે. આ સિડની ક્રિકેટ ગ્રાઈન્ડમાં ટીમ ઈન્ડિયા (Tem india) નો ખરાબ રેકોર્ડ રહેલો છે.ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી સિડનીમાં કુલ 13 ટેસ્ટ રમી છે. આ 13 ટેસ્ટમાં ભારત માત્ર એક મેંચ જીત્વા સફળ રહી છે.જ્યારે 7 મેંચ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા (team india) આ વખતે સિડની ટેસ્ટમાં શું કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ
તમને જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25માં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાઈ હતી.જેમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરી હતી અને 10 વિકેટે જીત મેળવી હતી. આ પછી સિરીઝની ત્રીજી ટેસ્ટ ગાબામાં રમાઈ હતી. ગાબા ટેસ્ટની રમત વરસાદને કારણે બગડી ગઈ હતી.ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 184 રને જીત મેળવી હતી અને શ્રેણીમાં 2-1થી લીડ મેળવી હતી. હવે જો ઓસ્ટ્રેલિયા સિડની ટેસ્ટ જીતશે તો શ્રેણી પણ જીતી જશે.
બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતની કરારી હાર
મેલબૉર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા (Australia) એ ભારતને 184 રનથી હરાવ્યું છે. જીતવા માટેના 340 રનની જરૂર હતી.પંરતુ ભારત માત્ર બીજા દાવમાં 155 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. મહત્વની વાત એ હતી કે ટીમ ઈન્ડિયા ત્રણ સેશન પણ રમી શકી નહીં. ટીમ ઈન્ડિયા 13 વર્ષ બાદ મેલબૉર્નમાં ટીમ ઈન્ડિયા (Tem india) ની હાર થઈ હતી.આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચ મેચની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.