IND vs AUS 3rd Test: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો, વરસાદે રમત બગાડી

IND vs AUS 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)  વચ્ચે બ્રિસ્બેનના ધ ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયા (Australia) એ ભારતને જીતવા માટે 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ મેચના પાંચમા દિવસે TEA બ્રેક બાદ મેચ શરૂ થઈ શકી ન હતી. વરસાદ અને ઓછા પ્રકાશને જોતા મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) ની ટીમો હજુ પણ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે.

સિરીઝ 1-1થી બરાબરી પર

ઓસ્ટ્રેલિયા (Australia) એ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. હેડે 152 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે સ્મિથે 101 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 70 રનની મહત્વ પૂર્ણ ઇનિંગ રમી હતી. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. આકાશ દીપ અને નીતિશ રેડ્ડીએ 1-1 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા

ભારતે પ્રથમ દાવમાં 260 રન બનાવ્યા હતા. ઓપનર કેએલ રાહુલે મહત્વની ઇનિંગ રમી હતી. રાહુલે 139 બોલનો સામનો કરીને 89 રન બનાવ્યા હતા.જ્યારે રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી હતી. તેણે 123 બોલનો સામનો કરીને 77 રન બનાવ્યા હતા. જાડેજાની આ ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આકાશ દીપે અંતમાં 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં ભારતે ઘાતક બોલિંગ કરી હતી

ઓસ્ટ્રેલિયા (Australia)  ના બીજા દાવમાં ભારતીય બોલરોએ ઘાતક બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 89 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેમણે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. એલેક્સ કેરીએ અણનમ 20 રન બનાવ્યા હતા. કમિન્સે 22 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી બોલિંગમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. સિરાજ અને આકાશ દીપે 2-2 વિકેટ લીધી હતી.

Scroll to Top