INDVSAUS: એડિલેટ ગ્રાઉન્ટ વિરાટ કોહલીનો ગઢ, આંકડા જોઈ ઓસ્ટ્રેલિયા દંગ

Pink Ball Test: ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રમવા ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમનો 295 રનથી ઐતિહાસિક જીત થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત હતી. હવે બંને ટીમો વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડ ઓવલ ખાતે પીંક બોલથી રમાશે.

કોહલીએ 7 સદી અને 4 અડધી સદી ફટકારી

વિરાટ કોહલીએ આ મેદાન પર ત્રણેય ફોર્મેટમાં કુલ 11 મેચ (4 ટેસ્ટ, 4 ODI અને 3 T20) રમી છે. આ 11 મેચમાં 73.61ની સરેરાશથી 957 રન બનાવ્યા છે. કોહલીએ એડિલેડ ઓવલમાં પાંચ સદી ફટકારી છે. તેમાંથી તેણે ટેસ્ટમાં ત્રણ સદી અને વનડેમાં બે સદી ફટકારી હતી. ડિસેમ્બર 2014માં કોહલીએ એક જ મેદાન પર બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના લગભગ દરેક મેદાન પર વિરાટ કોહલીનું જોરદાર પ્રદર્શન કરેલું છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર અત્યાર સુધી કુલ 14 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 56.03ની એવરેજથી 1457 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 7 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં કોહલીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 169 રન છે, જે તેણે ડિસેમ્બર 2014માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે બનાવ્યો હતો.

6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાશે

વિરાટ કોહલીએ 2011-12 અને 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.કોહલીએ 2014-15ના પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચોમાં 86.50ની સરેરાશથી 692 રન બનાવ્યા હતા. જેમાં 4 સદી અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે. કોહલીએ ભારતીય બેટ્સમેન છે જેણે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારી છે. પિંક બોલ ટેસ્ટમાં વિરાટ કોહલીનો રેકોર્ડ પણ સારો રહ્યો છે. કોહલીએ અત્યાર સુધી ભારત માટે ચાર ટેસ્ટ મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 46.16ની એવરેજથી 277 રન બનાવ્યા હતા. કોહલીએ ડે-નાઈટ ટેસ્ટમાં 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. ડે-નાઈટ ટેસ્ટની છેલ્લી ચાર ઇનિંગ્સમાં તે માત્ર 67 રન જ બનાવી શક્યો હતો.

Scroll to Top