Gujarat : દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને સૂચના અપાઈ હતી જેમાં આજે સવારે જાફરાબાદના દરિયાના 20 નોટીકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે પડી હતી જેમાં કોઈ બોટ નું નામ કે કોઈ ચિન્હ જોવા મળ્યું ન હતું ત્યારે બોટ ખૂબ ઝડપથી આગળ વધી રહી હોવાથી જાફરાબાદના માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે જાણ કરાઈ હતી ને જાફરાબાદ બોટ એસોસીએશન દ્વારા કોસ્ટ ગાર્ડને જાણ કરાતા તાત્કાલિક દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરવામા આવી હતી સાથે દરિયાઈ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો ને ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી હતી ને બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવાના આદેશ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા ભારત પાકિસ્તાન યુધ્ધને લઈને દરિયાઈ સીમા સુરક્ષા સાથે કોઈ ઘૂસણખોરી ન થાય તેના ભાગરૂપે તંત્ર દ્વારા નિર્ણય લઈને ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું ને અમરેલી જિલ્લાના જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર સહિતના બોટ માલિકોને બોટ પરત લાવવાના આદેશ આપવામાં આવ્યા હતા.
India Pakistan : ગુજરાતના અમરેલીમાં દેખાઈ શંકાસ્પદ બોટ, દરિયામાં કોસ્ટગાર્ડે હાથ ધાર્યું મોટું સર્ચ ઓપરેશન
