Gujarat : સમગ્ર દેશ અને દુનિયામાં હાલ માત્ર ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા ચાલી રહી છે કે આ ટેરિફ ક્યારે બંધ થશે અને ક્યારે સોના (Gold) નાં ભાવમાં ઘટાડો આવશે. જોકે દેશમાં હાલ સોના (Gold) ના ભાવમાં ઐતિહાસિક સ્તરે પહોંચી ચુક્યા છે. અને આ ભાવ હજુ પણ વર્ષ 2025માં સતત વધી રહ્યા છે. જોકે ચાલુ વર્ષે સોના (Gold) નો ભાવ લગભગ 1 લાખની પાર પહોંચે તો નવાઈ નહિ. કેમકે હવે ત્યાં ભાવ પહોંચવામાં લગભગ 5 હજાર રૂપિયા ઓછા છે. જોકે સોની બજારોની બહાર એક ચર્ચા ચાલી રહી છે કે સોના (Gold) નો ભાવ 55થી 60 હજાર પહોંચી જશે પણ ક્યારે એ કોઈ કહી નથી કહી રહ્યું.
સોનાનો ભાવ 50થી 60 હજારે જવાની આશંકાએ લોકો સોનુ વહેંચવા નીકળ્યા
ગુજરાત અને દેશભરની બજારોમાં એક ચર્ચા ચાલી રહી છે કે સોના (Gold) નો ભાવ તળિયે આવી જવાનો છે જેથી હાલમાં કોઈ સોનુ ખરીદી કરવા માટે જઈ પણ નથી રહ્યા. તો બીજી તરફ કેટલાક લોકો આ વાત સાંભળીને તેમની પાસે રહેલું સોનુ (Gold) વેપારીને વહેંચવા માટે પણ જઈ રહ્યા છે. જોકે હાલમાં સોની વેપારીઓ લોકોને સમજાવી પણ રહ્યા છે કે આ માત્ર એક અફવા છે અને આ અફવાથી દુર રહેવું જોઈએ. વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજાર, વૈશ્વિક રાજકીય સ્થિતિ અને માંગ-પુરવઠા પર આધાર રાખી ભાવ ઉપર-નીચે થતા હોય છે. પણ 50% સુધી ભાવ ઘટી જશે એવી વાતોને કોઈ આધાર નથી. તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવી રહી છે કે ભવિષ્યની જરૂરિયાતો અને રોકાણના દ્રષ્ટિકોણથી સોના (Gold) ની લેવડદેવડ કરે અને બજારમાં ફરતી અફવાઓ પર વિશેષ વિશ્વાસ ન રાખવો.
સોનાનો ભાવ ક્યારે અને કેટલો ઘટશે
હાલમાં વૈશ્વીક બજારો અને ભારતીય બજારોમાં સોના (Gold) નો ભાવ સતત વધી રહ્યો છે. હાલમાં જે થોડો ભાવ ઘટે અને થોડો વધે છે તે માંગ અને પુરવઠાને આધારે છે. છેલ્લા 6 મહિનાથી સતત સોના (Gold) નો ભાવ વધી રહ્યો છે જોકે હવે આ ભાવ સાથે જો કરેક્શન આવે તો લગભગ ભાવમાં થોડો વધુ ઘટાડો નોંધાઈ શકે તેવું વેપારીઓ કહી રહ્યાં છે. જો આ કરેક્શન આગામી 1 મહિના સુધી આ જ રીતે રહ્યો તો લગભગ આ સોના (Gold) નો ભાવ ફરી એકવાર 90 હજારની અંદર આવી શકે છે.
સોનામાં વધારા માટે 3 કારણ
- અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડવોરનો ભય વધી ગયો છે. આનાથી અર્થતંત્રનો વિકાસદર ધીમો પડી શકે છે. વૈશ્વિક મંદીની આશંકા પણ વધી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો સોના (Gold) માં રોકાણ વધારી રહ્યા છે. મંદીના સમયમાં સોના (Gold) ને સલામત રોકાણ માનવામાં આવે છે.
- ડોલર સામે રૂપિયાના નબળા પડવાના કારણે સોના (Gold) ના ભાવમાં વધારો થયો છે. આનું કારણ એ છે કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે એને આયાત કરવા માટે વધુ પૈસા ખર્ચ થાય છે. આ વર્ષે રૂપિયાનું મૂલ્ય લગભગ 4% ઘટ્યું છે, જેના કારણે સોના (Gold) ના ભાવ પર દબાણ આવ્યું છે.
- લગ્નની મોસમ નજીક આવી રહી છે, તેથી સોના (Gold) ના દાગીનાની માગ વધી રહી છે. મુંબઈ, દિલ્હી અને ચેન્નઈ જેવાં શહેરોના ઝવેરીઓએ જણાવ્યું હતું કે ઊંચા ભાવ હોવા છતાં વેચાણ તેજીથી થયું હતું, કારણ કે લોકો સોનાને રોકાણ અને સમૃદ્ધિનું પ્રતીક માને છે.