India : બેંકોની રાષ્ટ્રવ્યાપી સૌથી મોટી હડતાળ, આ તારીખે બેંકો રહેશે બંધ

India : દેશભરમાં બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. બેંકના કર્મચારીઓની કેટલીક માંગ પુર્ણ ન થતા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા દેશમાં રાષ્ટ્રવ્યાપી સૌથી મોટી હડતાળની જાહેર કરવામાં આવી છે. દેશભરના 8 લાખ કર્મચારીઓ પોતાની કામગીરીથી અળગા રહેશે.

UFBU એ જાહેરાત કરી હતી કે તેમની બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ 24 અને 25 માર્ચના રોજ નિર્ધારિત મુજબ ચાલુ રહેશે. ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA) સાથેની વાતચીતમાં કોઈ સકારાત્મક પરિણામ ન આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે 24 અને 25 માર્ચે તેમની બે દિવસીય દેશવ્યાપી હડતાળ શેડ્યૂલ મુજબ ચાલશે. ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA) સાથેની વાતચીતમાં કોઈ સકારાત્મક પરિણામ ન આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસીય કાર્ય સપ્તાહ જેવી માંગણીઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા UFBU સભ્યો IBAને મળ્યા હતા.

એનસીબીઈના જનરલ સેક્રેટરીએ માહિતી આપી હતી

નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE)ના જનરલ સેક્રેટરી એલ ચંદ્રશેખરે કહ્યું કે આ મુખ્ય મુદ્દાઓ પર કોઈ ઉકેલ મળ્યો નથી. યુએફબીયુ, નવ બેંક કર્મચારી યુનિયનોની છત્ર સંસ્થા, આ માંગણીઓને લઈને હડતાલની જાહેરાત કરી ચૂકી છે. આમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવાની માંગનો પણ સમાવેશ થાય છે.

યુનિયને આ માંગણી કરી હતી

આ ઉપરાંત, યુનિયને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) ના તાજેતરના નિર્દેશો પાછા ખેંચવાની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ સૂચનાઓ કર્મચારીઓની નોકરીની સુરક્ષા માટે ખતરો છે. તેમજ કર્મચારીઓ પર તેની વિપરીત અસર પડશે. UFBU એ DFS દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના “માઇક્રો-મેનેજમેન્ટ” સામે પણ વિરોધ દર્શાવ્યો છે અને કહ્યું છે કે આ બેંક બોર્ડની સ્વાયત્તતાને નબળી પાડે છે.

અન્ય માંગણીઓમાં IBA સાથેના બાકી પ્રશ્નોનું નિરાકરણ, ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો અને મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આવકવેરામાંથી મુક્તિની પણ માંગ કરવામાં આવી છે. UFBUમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) જેવા મોટા બેંક યુનિયનોનો સમાવેશ થાય છે.

 

 

Scroll to Top