India : આનંદીબેન પટેલની વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાતથી ખળભળાટ

Delhi : દેશમાં હાલ એક ચર્ચા ખુબ ચાલી રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ અને ક્યારે આવશે. જોકે આ સાથે સાથે અનેક રાજ્યના પ્રદેશ પ્રમુખ અને સાથે સરકારમાં મંત્રીમંડળની પણ વિસ્તરણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે (Anandiben Patel) વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી છે જેને લઈને ઉત્તરપ્રદેશના રાજકારણમાં ખળભળાટ તો છે પણ સાથે સાથે ગુજરાતમાં પણ અનેક ચર્ચાઓ છે આ થઈ શું રહ્યું છે અને થવાનું શું છે.

ઉત્તરપ્રદેશના રાજકારણમાં કેમ મચ્યો ખળભળાટ
કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ બેઠક બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. બુધવારે, રાજ્યપાલ આનંદીબેન પટેલે (Anandiben Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ને મળ્યા હતા. જેનાથી ઉત્તરપ્રદેશ્માં મોટા વહીવટી કે રાજકીય ફેરફારોની અટકળોને વેગ મળ્યો છે. જોકે ગુજરાતની જેમ ઉત્તરપ્રદેશમાં પણ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મુકવાના છે તેની પણ ચર્ચા હાલમાં ચાલી રહી છે.

આનંદીબેન પટેલ સાથેની બેઠક બાદ મળી મોટી બેઠક
દિલ્હી ખાતે પ્રધાનમંત્રીના નિવાસ્થાને અને કેન્દ્રીય ગૃહમંત્રીના નિવાસ્થાને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) ની મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે ઉત્તર પ્રદેશમાં કોઈ મોટા નિર્ણયની તૈયારી ચાલી રહી છે. જોકે આ બેઠક મળી તે પહેલા એટલે કે મંગળવારે રાત્રે રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. જોકે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે રાજ્યોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે મેરેથોન ચાલેલી આ બેઠકમાં ગુજરાત અને ઉત્તરપ્રદેશ ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો.

દેશના અલગ અલગ ભાજપ શાષિત રાજ્ય મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ અંગે પણ ચર્ચા
ભાજપની આંતરિક બેઠકો અને દિલ્હી મુલાકાત પછી રાજ્યના રાજકારણમાં કેટલાક મોટા ફેરફારોના સંકેતો અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્ય મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ અંગે પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) ની તાજેતરની દિલ્હી મુલાકાત દરમિયાન વિભાગોના પુનર્ગઠન અને મંત્રીમંડળમાં નવા ચહેરાઓના સમાવેશ અંગે કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત થઈ હશે. જેમાં ગુજરાત અને ઉત્તરપ્રદેશના રાજકારણમાં આ મામલે ચર્ચાઓ ખુબ ચાલી રહી છે.

 

Scroll to Top