Independence Day: PM મોદીનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

Independence Day

79th Independence Day પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત 12મી વખત તિરંગો ફરકાવ્યો અને અત્યારસુધીનું સૌથી લાંબું 103 મિનિટનું ભાષણ આપ્યું. ભાષણની શરૂઆત તેમણે ‘ઓપરેશન સિંદૂર’થી કરી, જેના પર તેમણે 13 મિનિટથી વધુ સમય સુધી વિગતવાર વાત કરી.

PM Narendra Modi એ જણાવ્યું કે, “Operation Sindoor માં આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનની ભૂમિમાં સેંકડો કિલોમીટર અંદર જઈને આતંકવાદીઓને નાશ કરી નાખ્યા. પાકિસ્તાન હજુ પણ આઘાતમાં છે. જો આપણે આત્મનિર્ભર ન હોત તો આટલી ઝડપથી અને ગુપ્ત રીતે આ ઓપરેશન શક્ય ન બન્યું હોત.”

આ પણ વાંચો – Congress ની વોટ ચોરી મુદ્દે મશાલ રેલી, અમિત ચાવડાએ કહ્યું…

તેમણે ઉમેર્યું કે, આ ઓપરેશન એ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા માટે ભારતના ગુસ્સાની અભિવ્યક્તિ છે, જેમાં ધર્મ પૂછીને નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. “આ હત્યાકાંડથી આખું ભારત જ નહીં પરંતુ આખી દુનિયા ચોંકી ગઈ હતી. અમે સેનાને છૂટો હાથ આપ્યો અને તેમણે એવું કંઈક કર્યું જે દાયકાઓ સુધી યાદ રહેશે,” પ્રધાનમંત્રી મોદી

ભાષણ દરમિયાન PM મોદીએ આતંકવાદ, સિંધુ કરાર, આત્મનિર્ભર ભારત, મેડ ઇન ઇન્ડિયા, નક્સલવાદ અને ગેરકાયદે ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર પણ કડક શબ્દોમાં અભિપ્રાય આપ્યો. તેમણે પહેલીવાર RSSનો પણ જાહેર ઉલ્લેખ કર્યો. આ 103 મિનિટનું ભાષણ માત્ર સમયગાળાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ રાજકીય, સૈનિક અને રાષ્ટ્રીય સુરક્ષાના સંદેશાઓને લઈને પણ ઐતિહાસિક ગણાય છે.

 

 

Scroll to Top