Independence Day: સ્વતંત્રતા દિવસ 15 નહીં પરંતુ 18 ઓગસ્ટે? જાણો કારણ

Independence Day

Independence Day: દર વર્ષે 15 ઓગસ્ટે આખા દેશમાં ઉત્સાહ અને ગર્વ સાથે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, ભારતમાં બે એવા જિલ્લા છે જ્યાં સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે નહીં પરંતુ 18 ઓગસ્ટે ઉજવવામાં આવે છે? આ અનોખી પરંપરાનું કારણ ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે થયેલી ઐતિહાસિક ભૂલમાં છુપાયેલું છે.

15 ઓગસ્ટે નહિ, 18 ઓગસ્ટે કેમ?

ભારતને 15 ઓગસ્ટ 1947 ના રોજ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. પરંતુ પશ્ચિમ બંગાળના નાદિયા અને માલદા જિલ્લાઓના કેટલાક વિસ્તારો શરૂઆતમાં ભારતનો ભાગ નહોતા. ભાગલા સમયે આ વિસ્તારોને ભૂલથી પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)નો ભાગ જાહેર કરી દેવામાં આવ્યા હતા. તેના કારણે અહીં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો નહોતો, પરંતુ લોકોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા. સ્થાનિક લોકો પાકિસ્તાનમાં જોડાવાથી હેરાન થયા અને ભારત સાથે જોડાવાની માંગ કરી.

શ્યામા પ્રસાદ મુખર્જીનો પ્રયાસ અને માઉન્ટબેટનનો નિર્ણય

આ મુદ્દો તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન સુધી પહોંચ્યો. અગ્રણી નેતા પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી અને નાદિયાના રાજવી પરિવાર સહિતના પ્રભાવશાળી લોકોએ બ્રિટિશ વહીવટ પર દબાણ કર્યું. અંતે 17 ઓગસ્ટ 1947ની રાત્રે ભાગલાના નકશામાં સુધારો કરીને આ વિસ્તારોને સત્તાવાર રીતે ભારત સાથે જોડવામાં આવ્યા.

કયા વિસ્તારો હતા પાકિસ્તાનમાં સામેલ?

  • નાદિયા જિલ્લામાં: શિબનીબાશ, શાંતિપુર, કલ્યાણી, બોનગાંવ, રાણાઘાટ, કૃષ્ણનગર, શિકારપુર અને કરીમપુર
  • માલદા જિલ્લામાં: રતુઆ વિસ્તાર
  • દક્ષિણ દિનાજપુરમાં: બેલુરઘા ગામ

આ પણ વાંચો – Independence Day: PM મોદીનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

તે પછીની પરંપરા

આ વિસ્તારોને ભારત સાથે જોડાયા પછી ત્રણ દિવસ બાદ, એટલે કે 18 ઓગસ્ટ 1947, અહીં લોકો માટે સાચી સ્વતંત્રતા આવી. ત્યારથી નાદિયા અને માલદા જિલ્લાના લોકો દર વર્ષે 18 ઓગસ્ટે Independence Day ઉજવે છે.

Scroll to Top