IND vs SA 3rd T20:જાણો વેધર રીપોર્ટ, આ એપ પર ફ્રીમાં લાઈવ જોઈ શકશો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 T20 મેચોની સિરીઝ ની ત્રીજી મેચ સેન્ચુરિયનમાં રમાશે. બીજી T20 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. બંને ટીમો ત્રીજી ટી-20 મેચ જીતીને શ્રેણીમાં લીડ લેવાનું લક્ષ્ય રાખશે.

ફાસ્ટ બોલરો માટે બ્રેડ બટર

સેન્ચુરિયનની પિચ અન્ય પિચો કરતાં અલગ છે. આ પીચ પર ઝડપની સાથે બાઉન્સ પણ છે. સેન્ચુરિયન પિચ પર બોલ અથડાયા બાદ તે ઝડપથી બેટ પર આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેન્ચ્યુરિયન પિચમાં પહેલા કરતાં વધુ ઝડપ અને બાઉન્સ જોવા મળે છે. ફાસ્ટ બોલરો આ પીચ પર તબાહી મચાવી શકે છે. આ સિવાય આ પીચ પર ટોસ જીતનારી ટીમો પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. વિરોધી ટીમોને
ઓછો સ્કોરમાં આઉટ કરી શકે છે.

બીજી T20 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો

દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર 14 મેચ રમી છે. જેમાં 6માં જીત થઈ છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત સામેની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. આ સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 61 રનના મોટા અંતરથી હરાવ્યું હતું, પરંતુ આ પછી યજમાન ટીમે શાનદાર વાપસી કરી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું. આ રીતે 4 T20 મેચોની સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે.

સિરીઝ 1-1 થી બરાબર

અક્ષર પટેલ રિંકુ સિંહ અને તિલક વર્મા જેવા બેટ્સમેનોએ ભારતીય ટીમ માટે ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. જો કે તિલક વર્માને સારી શરૂઆત મળી છે પરંતુ તે સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ સિવાય રિંકુ સિંહ ફિનિશર તરીકે સફળ રહ્યો નથી. ત્રીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેનોએ પોતાની રમતમાં સુધારો કરવો પડશે જેથી તેઓ દક્ષિણ આફ્રિકા સામે સારો સ્કોર બનાવી શકે.

 

 

 

 

Scroll to Top