IND vs SA 1st T20:ક્રિકેટ રસિકોની મોજ વરસાદ બગાડી શકે છે, ડરબનનું જાણો વેધર

 

–  વરસાદ પડવાની 40% સંભાવના
– પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે
– દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

ભારત ચાર મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકા ગઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 8 નવેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. જેમાં ભારત ટી20માં પોતાની જીતને જાળવી રાખવા માટે રમશે. ભારતે તેની છેલ્લી ટી20 સીરીઝ બાંગ્લાદેશ સામે રમી હતી. જેમાં તેમણે 3-0થી જીત મેળવી હતી. હવે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં હવામાનને લઈને ચિંતા છે. સમાચાર સામે આવી રહ્યું છે કે, વરસાદ મેચને બગાડી શકે છે.

વરસાદ પડવાની 40% સંભાવના
હવામાન વિભાગ અનુસાર ડરબનમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મેચની શરૂઆત પહેલા કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે. સમગ્ર દિવસ દરમિયાન તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે, જેના કારણે ખેલાડીઓને ઠંડી અને ભેજનો સામનો કરવો પડી શકે છે.

પવનની ગતિ સામાન્ય રીતે 13 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ સાથે વરસાદની 40% સંભાવના છે, જેમાં હળવો વરસાદ સાથે વીજળીના ચમકારા થવાની 24% સંભાવના રહેલી છે. દિવસ દરમિયાન હળવા ઝરમર વરસાદની સંભાવના માત્ર 10% છે. પરંતુ સાંજે વરસાદનું જોખમ વધી શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાક, અવેશ ખાન, યશ દયાલ.

સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમઃ એઈડન માર્કરામ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, રેયાન રિકલ્ટન (wk), હેનરિક ક્લાસેન, ટ્રીસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડ્યુસેન, જેરાલ્ડ કોએત્ઝે, ડોનોવન ફરેરા, કેશવ મહારાજ, ડેવિડ મિલર, માર્કો યાન્સેન, મિહલાલી મપોંગવાની, નકાબ પીટર, એન્ડીલે સિમેલાને, લુથો સિપામ્લા, ટ્રિસ્ટન સ્ટબ્સ

Scroll to Top