IND vs PAK: વિરાટ કોહલીની સદી થતા પાકિસ્તાનમાં શું થયું? જુઓ વીડિયો

IND vs PAK: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફી (champions trophy) મેચમાં વિનિંગ ફોર ફટકારી હતી. આ ચાર સાથે કોહલીએ તેની 82મી આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી. ભારતની જીત અને કોહલીની સદીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સદીની ઉજવણી ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ વિરાટ કોહલીની સદીની ઉજવણી કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં વિરાટ કોહલીની સદીની ઉજવણી

પાકિસ્તાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફેન્સ મોટી સ્ક્રીન પર મેચ જોતા જોવા મળે રહ્યા છે.પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન અને કારમી હાર છતાં લોકોએ ખૂબ જ ઉજવણી કરી હતી. વિરાટ કોહલીની સદીથી બધા ખુશ હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તેની સદી બાદ ત્યાં હાજર યુવતીઓ કોહલી-કોહલીની બૂમો પાડીને તેને સપોર્ટ કરી રહી છે.

મહિલા ચાહકોએ લગાવ્યા કોહલી-કોહલીના નારા

ભારત અને પાકિસ્તાન ગ્રુપ Aમાં સામેલ છે. આ ગ્રુપમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પણ સામેલ છે. પાકિસ્તાન સામેની જીત સાથે ભારતીય ટીમ આ ગ્રુપમાં 4 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાન બંને મેચ હારી જતા છેલ્લા સ્થાન પર છે. જો ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશને હરાવશે તો પાકિસ્તાન સત્તાવાર રીતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ જશે.

 

 

 

Scroll to Top