IND VS PAK: શું ભારત પાકિસ્તાન મેંચમાં વરસાદ પડશે?જાણો વેધર રિપોર્ટ

IND VS PAK: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો હાઈ વોલ્ટેજ મેંચ આવતી કાલે ભારત અને પાકિસ્તાન (IND VS PAK) વચ્ચે રમાશે. આ પહેલા ભારતે બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત કરી હતી.જ્યારે પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે હારથી શરૂઆત કરી હતી.ભારત અને પાકિસ્તાન (IND VS PAK) વચ્ચે દૂબઈ ખાતે મેંચ રમાશે.આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

હવામાન વિભાગે આપી માહિતી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન (IND VS PAK) મેચ દરમિયાન દુબઈમાં હવામાન ગરમ અને સૂકું રહેશે.મેંચ શરૂઆત થતા સમયે વાદળો રહેવાની સંભાવના રહેલી છે. મળતી માહિતી અનુસાર આ મહામુકાબલા દરમિયાન વરસાદ પડવાની કોઈ શક્યતા રહેલી નથી. ભારત પાકિસ્તાન (IND VS PAK) મેંચ દરમિયાન મોટાભાગે સારૂ વાતાવરણ રહશે. જ્યારે સ્ટેડિયમમાં રહેલા ચાહકોને ગરમીનો અનુભવ થશે.

ભારતની સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

પાકિસ્તાનની સંભવિત ટીમ

બાબર આઝમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન-વિકેટકીપર), સલમાન અલી આગા, કામરાન ગુલામ, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, હરિસ રૌફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી અને અબરાર અહેમદ.

 

 

 

 

Scroll to Top