IND VS PAK: ભારતે દુબઈમાં એશિયા કપ 2025 જીત્યો

IND VS PAK

IND VS PAK: રવિવારની રાત્રે દુબઈના ઝગમગાતા સ્ટેડિયમમાં ક્રિકેટના ઇતિહાસમાં એક નવુ અધ્યાય લખાયો. એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું અને નવમી વખત એશિયા કપ પર કબજો કર્યો. આ વિજય માત્ર ક્રિકેટમાં નહીં, પરંતુ દેશના ગૌરવ અને આત્મગૌરવમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. વિશેષ મુદ્દો એ હતો કે ACC પ્રમુખ મોહસિન નકવી, જેમણે પાકિસ્તાન તરફથી ટ્રોફી આપવામાં આવવી હતી, ભારતીય ટીમે તેનો સ્વીકાર ન કર્યો. સ્ટેન્ડમાં બેઠેલા ભારતીય ચાહકો “ભારત માતા કી જય” ના નારા લગાવતા સ્ટેડિયમનો હવામાન દેશના જ વતનની મૈત્રી અને ગૌરવથી ગુંજતો હતો.

આ પણ વાંચો – Ambaji: મંદિરના ગાદીનો વિવાદ વકર્યો!

IND VS PAK: મેચના સ્મારક પળોમાં, 18મી ઓવરના પાંચમા બોલ પર જસપ્રીત બુમરાહે હારિસ રઉફને બોલ્ડ કરીને યાદ અપાવ્યું કે મેચમાં કોણે સાચી જીત નોંધાવી. બુમરાહનું યોર્કર અને ત્યારબાદ ઇશારો એ સ્પષ્ટ સંદેશ હતો કે ભારત માત્ર ક્રિકેટમાં નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં એકતા અને ગૌરવ સાથે આગળ વધે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવએ જણાવ્યું કે, “ટ્રોફી આપણને આપી ન હોવાનું પ્રથમ વખત છે, પરંતુ અમારી સાચી ટ્રોફી છે – મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ભારતના 140 કરોડ દેશવાસીઓ.” આ વિજય માત્ર રમત માટે નથી, પરંતુ એ દેશની ઇજ્જત, એકતા અને ગૌરવ માટેનું પ્રતીક છે. ભારત જ જીતે છે અને જીતતું રહેશે!

Scroll to Top