IND vs PAK: ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામે જીત મેળવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી દીધી છે. ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું. હવે પછીની આગામી મેચ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમશે. રવિવારે UAEમાં આવેલા દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજા સામે ટકરાશે. પરંતુ દુબઈમાં કઈ ટીમનું પલડું ભારે રહેશે? ભારતીય ટીમનો પાકિસ્તાન સામે રેકોર્ડ કેવો રહ્યો છે? ચાલો આ બધા સવાલોના જવાબ મેળવીએ……
દુબઈમાં કઈ ટીમનું પલડું ભારે રહેશે?
હકીકતમાં આંકડાઓ જણાવે છે કે, દુબઈમાં ભારત સામે પાકિસ્તાનનું પલડું ભારે છે. અત્યાર સુધીમાં દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને ભારતને 19 વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને માત્ર 9 વખત જ હરાવ્યું છે. જેથી કહી શકાય કે મોહમ્મદ રિઝવાનના નેતૃત્વવાળી પાકિસ્તાની ટીમનું પલડું ભારે છે. પરંતુ આમાં કોઈ શંકા નથી કે ભારતીય ટીમનું હાલનું ફોર્મ પાકિસ્તાનની ટીમ કરતા ઘણું સારું છે. તેથી આંકડાઓને ધ્યાને લઈએ તોપણ હાલની પરિસ્થિતિને જોતા ભારત સામે પાકિસ્તાની ટીમે રમવું સહેલું નહી રહે.
દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 મેચ રમાઈ છે
બીજી તરફ જોઈએ તો ઓવરઓલ વનડે ફોર્મેટમાં પાકિસ્તાનનું પલડું ઘણું ભારે છે. અત્યાર સુધીમાં વનડે ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 135 મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને ભારતને 73 વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 57 વખત હરાવવામાં સફળ રહ્યું છે. આંકડાઓ દર્શાવે છે કે વનડે ફોર્મેટમાં પાકિસ્તાનનો ભારત સામે રેકોર્ડ સારો રહ્યો છે. કટ્ટર પ્રતિસ્પર્ધી એવા ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુબઈ ખાતે રમાનારી મેચમાં ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવવા માટે કઈ વ્યૂહનીતિ અપનાવે છે તે જોવું રહ્યું?