IND vs NZ: શું બીજી ટેસ્ટ મેચમાં રાહુલનું પત્તું કાપશે? જાણો ભારતની સંભવિત પ્લેઇંગ-11

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ 24 ઑક્ટોબરથી પૂણેમાં રમાશે. બેંગલુરુમાં રમાયેલી પહેલી મેચમાં ભારત હારી ગયું હતું. જેથી કરીને ન્યૂઝીલેન્ડ આ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે રોહિત શર્માની ટીમ બીજી મેચમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. મેચ પહેલા તેના માટે સારા સમાચાર આવ્યા છે. વિકેટકીપર અને બેટર રિષભ પંતને મેચ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.

પંત સંપૂર્ણ રીતે તૈયાર

અગાઉ બેંગલુરુ ટેસ્ટ મેચ દરમિયાન પંતને તે જ ઘૂંટણમાં ઈજા થઈ હતી કે જેમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કારણોસર તે મોટાભાગની મેચમાં વિકેટકીપિંગથી દૂર રહ્યો હતો. જો કે તેણે જોરદાર બેટિંગ કરીને બીજી ઇનિંગમાં 99 રન બનાવ્યા હતા. તે મેચ દરમિયાન સરળતાથી બેટિંગ કરી શકતો ન હતો. છતાં તેણે દર્દ સહન કરીને પણ બેટિંગ કરી હતી. હવે પંત સંપૂર્ણ રીતે તૈયાર છે.

બીજી મેચ 24 ઑક્ટોબરથી પૂણેમાં રમાશે
ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું હતું કે, ‘ટીમ મેનેજમેન્ટ રિષભ પંતના ઘૂંટણને લઈને વધારાની સાવચેતી રાખી રહ્યું છે. પંતના પગનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. એક મોટી સર્જરી સિવાય તેણે ઘણી નાની સર્જરીઓ પણ કરાવી છે. છેલ્લા દોઢ વર્ષમાં તે ઘણા ખરાબ સમયમાંથી પસાર થયો છે. જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ તે આરામથી દોડી શકતો ન હતો. તે માત્ર બોલને સ્ટેન્ડમાં મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ-11 ટીમ
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ/કે એલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર/મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ

Scroll to Top