Champions Trophy 2025: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર,જાણો હેડ ટુ હેડમાં કોણ આગળ?

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ગ્રુપ સ્ટેજ આજે સમાપ્ત થઈ રહ્યો છે. ગ્રુપ Aની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે ટક્કરાશે. આ મેંચ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) માં બંને ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ આ મેંચ પરથી ગ્રુપ Aમાં કોણ ટોપ કરશે? તે નક્કી થશે.જો ભારતીય ટીમ ટેબલમાં બીજા સ્થાને રહેશે તો તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. જો તે ટેબલમાં ટોચ પર રહેશે તો સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.

હેડ ટુ હેડમાં ભારત આગળ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર સવાલો થતા હોય છે.આ મેંચમાં અર્શદીપ સિંહને પ્લેઈંગ ઈલેવન તક મળી શકે છે.મોહમ્મદ શમી અથવા હર્ષિત રાણામાંથી એક ખેલાડીને આરામ આપવામાં આવી શકે છે.જ્યારે હાર્દિક પંડ્યા ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકા જોવા મળી શકે છે. બંન્ને ટીમ વચ્ચે હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ ODI ક્રિકેટમાં 118 વખત સામસામે આવી ચુક્યા છે. તેમાંથી ટીમ ઈન્ડિયા 60 વખત અને કીવી ટીમ 50 વખત જીતી છે.જ્યારે 7 વખત મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતે છેલ્લી 5 ODI મેચોમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રર્કે

Scroll to Top