IND vs NZ: શ્રેયસ ઐયરની અડધી સદીથી ભારતે ન્યૂઝીલેન્ડ સામે 250 રનનો લક્ષ્યાંક રાખ્યો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ટૂંક સમયમાં જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, શ્રેયસ અને અક્ષર પટેલે મળીને ચોથી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી. અક્ષર અને શ્રેયસના આઉટ થયા પછી ભારતીય ઇનિંગ્સ ડગમગી ગઈ. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 249 રન બનાવ્યા છે.
કોહલી માત્ર 7 રનમાં આઉટ
આ મેચમાં વિરાટ કોહલી 14 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. હેનરીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની 7મી ઓવરમાં આઉટ કર્યો હતો. કોહલીએ શોર્ટ ફટકારીયો અને ગ્લેન ફિલિપ્સે હવામાં શાનદાર ડાઇવ લગાવીને કેસ પક્ડયો હતો.ખાસ વાત એ હતી કે ગ્લેન ફિલિપ્સે માત્ર 0.61 સેકન્ડમાં વિરાટનો કેચ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે ગ્લેન ફિલિપ્સે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બીજી વખત આવો કેચ પકડ્યો છે.તેણે આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનનો પણ શાનદાર કેચ પકડ્યો હતો.
ગૃપ Aની છેલ્લી મેંચ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ગ્રુપ સ્ટેજ આજે સમાપ્ત થઈ રહ્યો છે. ગ્રુપ Aની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે મેંચ રમાઈ રહી છે. આ મેંચ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બંને ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ આ મેંચ પરથી ગ્રુપ Aમાં કોણ ટોપ કરશે? તે નક્કી થશે.જો ભારતીય ટીમ ટેબલમાં બીજા સ્થાને રહેશે તો તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. જો તે ટેબલમાં ટોચ પર રહેશે તો સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.