IND vs ENG 3rd ODI: ટી-20 સિરીઝમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝમાં પણ અંગ્રેજોને હરાવ્યું છે. ભારતે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. હવે ભારતીય ટીમ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે. હવે ત્રીજી વનડેમાં ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.જ્યારે ઈંગ્લેન્ડની નજર ક્લીન સ્વીપ બચાવવા પર રહેશે.
ટીમ ઈન્ડિયાનું ક્લીન સ્વીપનું લક્ષ્ય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ બે મેચમાં આસાન જીતથી ઉત્સાહિત ભારતીય ટીમ બુધવારે યોજાનારી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે (IND vs ENG) માં પોતાની ગતિ જાળવી રાખવા અને ક્લીન સ્વીપ હાંસલ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો કે, આ મેચમાં તમામની નજર વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) પહેલા ફોર્મ પરત મેળવવાની વિરાટની માટે આ છેલ્લી તક છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા છેલ્લી મેંચ
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) પહેલા કોહલીના ફોર્મને લઈને ચિંતિત છે. આઠ ટીમો વચ્ચે રમાતી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને દુબઈમાં શરૂ થશે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. ભારત તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે અને 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે.
રોહિતે 90 બોલમાં 119 રનની ઈનિંગ રમી હતી
રોહિત શર્માએ સદી ફટકાર્યા બાદ કહ્યું કોઈ ખેલાડી લાંબો સમય ક્રિકેટ રમ્યો હોય અને વર્ષોથી રન બનાવતો હોય, તો તેની પાસે કંઈક આપવા માટે છે. હું લાંબા સમયથી હું અહીં રમી રહ્યો છું. હું જાણું છું કે મારે શું કરવાનું છે. આજે મારે જે કરવાનું હતું તે મેં કર્યું. મારા મનમાં હું ફક્ત મારી રીતે રમવા માંગતો હતો. બીજી બે ઇનિંગ્સ મારો વિચાર બદલી શકશે નહીં. આ દિવસ દરેક દિવસ જેવો હતો.રોહિતે આગળ કહ્યું હું જ્યારે પણ પિચ પર જાઉં છું ત્યારે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું. મારા માટે મહત્વની બાબત એ છે કે મારી વિચારસરણી કેટલી સ્પષ્ટ છે. આ સિવાય મારા માટે બીજું કંઈ મહત્વનું નથી.