IND vs ENG: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા પાંચ મેચની T20 શ્રેણીમાં 1-0થી આગળ છે. કોલકાતામાં રમાયેલી પ્રથમ T20માં ભારતે ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. હવે બંને ટીમો ચેન્નાઈના M.A ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચની ટોસ સાંજે 6.30 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
કેવી હશે પીંચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ સ્પિનરો માટે મદદરૂપ છે. આવી સ્થિતિમાં લો સ્કોરિંગ મેચ થવાની સંભાવના રહેલી છે.અહીં પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 170 રન છે. ઝાકળ પણ મોટી ભૂમિકા ભજવવા શકે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
બીજી T20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન –
બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટોન, બ્રેડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન –
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, નીતિશ રેડ્ડી, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી/રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી હશે.
અભિષેક શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત
ચેન્નાઈ પહોંચી હતી અને 24 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ સેશન દરમિયાન અભિષેકની પગની ઘૂંટીએ ઈજા થઈ હતી.મળતી માહિતી મુજબ તેને ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું, તે લંગડાતો લંગડાતો પ્રેક્ટિસ સેશન છોડી ડ્રેસિંગ રૂમમાં પરત ફરવું પડ્યું હતું.આ ઉપરાંત અભિષેકે ટીમના ફિઝિયોની દેખરેખમાં લગભગ અડધો કલાક પસાર કર્યો હતો. પછી તે પ્રેક્ટિસ સેશન માટે પાછો આવ્યો નથી.