IND vs ENG: બીજી T20 પહેલા ભારતીય ટીમને ઝટકો, તોફાની બેટ્સમેન ઈજાગ્રસ્ત

IND vs ENG:  આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાવાની છે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો વિસ્ફોટક યુવા ઓપનર અભિષેક શર્મા (abhishek sharma) ઈજાગ્રસ્ત થયો છે. અભિષેક માટે બીજી ટી20 રમવી મુશ્કેલ છે.તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.મળતી માહિતી અનુસાર અભિષેક બીજી ટી20 રમવી મુશ્કેલ છે. અભિષેક પ્રથમ ટી20માં 71 રનની મહત્વપૂર્ણ પારી રમી હતી.

અભિષેક શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત

ચેન્નાઈ પહોંચી હતી અને 24 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ સેશન દરમિયાન અભિષેક (abhishek sharma) ની પગની ઘૂંટીએ ઈજા થઈ હતી.મળતી માહિતી મુજબ તેને ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું, તે લંગડાતો લંગડાતો પ્રેક્ટિસ સેશન છોડી ડ્રેસિંગ રૂમમાં પરત ફરવું પડ્યું હતું.આ ઉપરાંત અભિષેકે (abhishek sharma) ટીમના ફિઝિયોની દેખરેખમાં લગભગ અડધો કલાક પસાર કર્યો હતો. પછી તે પ્રેક્ટિસ સેશન માટે પાછો આવ્યો નથી.

ટીમ ઈન્ડિયાને બીજી T20 પહેલા લાગ્યો આંચકો

સિરીઝની પ્રથમ મેચમાં અભિષેકે (abhishek sharma) શાનદાર બેટિંગ કરી હતી. તેને માત્ર 4 બોલમાં 79 રન બનાવ્યા હતા. જેમા 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકારીયા હતા. આ પારીના કારણે ભારતે 133 રનનો ટાર્ગેટ માત્ર 13 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.હવે અભિષેકની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા ઓપનિંગ માટે કોણ મેદાનમાં ઉતરશે?આ બાબતમાં અત્યારે સૌથી યોગ્ય દાવેદાર તિલક વર્મા છે.જો કે આ પહેલા સાઉથ આફ્રિકા પ્રવાસ પર તિલક ત્રીજા નંબર પર બેટિંગ કરતા સતત બે સદી ફટકારી ચૂક્યો છે.

Scroll to Top