IND vs ENG 1st ODI: ઇંગ્લેન્ડે નાગપુર ODI માટે પ્લેઇંગ ઇલેવનની કરી જાહેરાત,આ ખેલાડીની વાપસી

IND vs ENG 1st ODI: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે આ માટે પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી છે. જોસ બટલર (Jos Buttler) ની કેપ્ટનશીપવાળી ટીમમાં ઝડપી બોલર જોફ્રા આર્ચરને તક આપવામાં આવી છે.આ સાથે અનુભવી ખેલાડી જો રૂટ (joe root) લાંબા સમય બાદ પરત ફર્યો છે. રૂટે નવેમ્બર 2023માં ઈંગ્લેન્ડ માટે તેની છેલ્લી વનડે રમી હતી.

જો રૂટને મળ્યું સ્થાન

ઈંગ્લેન્ડે (England) પણ ઘણા ખેલાડીઓને વનડે માટે ટી-20 શ્રેણીમાં રમવાની તક આપી છે. નાગપુરમાં ગુરુવારે રમાનારી મેચની પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો ઓપનર બેન ડકેટ અને ફિલિપ સોલ્ટને તક આપવામાં આવી છે. સોલ્ટ અને ડકેટ ODIમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ બંને ખેલાડીઓએ ઘણી મેંચમાં સારૂ પ્રદર્શન કર્યું છે. યુવા બેટર હેરી બ્રુકને પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડે નાગપુર ODI મેચ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત

લિયામ લિવિંગ્સ્ટનના કારણે ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર ઘણો મજબૂત બને છે.લિવિંગસ્ટને 33 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 844 રન બનાવ્યા છે. તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવતા લિવિંગસ્ટને 21 ODI વિકેટ પણ લીધી છે. જેકબ બેથેલને પણ તક મળી છે. તેણે ઈંગ્લેન્ડ માટે 8 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 4 વિકેટ પણ ઝડપી છે.

ભારત સામે નાગપુર ODI માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન –
બેન ડકેટ, ફિલિપ સોલ્ટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગ્સ્ટન, જેકબ બેથેલ, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.

Scroll to Top