– નીતિશ કુમારને ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ
– ભારતીય ટીમ બે સ્પિનરો રમાડી શકે છે
– રોહિત શર્મા ઓપનિંગ કરશે તેવી સંભાવના
ભારત અને ઓસ્ટ્રેલિયા (indvsaus) વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે (Boxing Day Test) ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચ પહેલા માહિતી સામે આવી હતી કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા (rohit sharma) ઓપનિંગ બેંટીગ કરવા આવી શકે છે. અત્યાર સુધી રમાયેલી ત્રણ ટેસ્ટમાં કેએલ રાહુલ (kl rahul) અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં જોવા મળ્યા છે. તો શું ભારતીય કેપ્ટન ઓપનિંગ કરવા આવશે તો કેએલ રાહુલ (kl rahul) ને પ્લેઈંગ ઈલેવનમાંથી હટાવી દેવામાં આવશે?
રોહિત શર્માની ઓપનિંગ કરશે
સિરીઝની ત્રણ ટેસ્ટની 6 ઇનિંગ્સમાં રાહુલે 47.00ની એવરેજથી 235 રન બનાવ્યા છે.આ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે.પર્થ ટેસ્ટમાં રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલે (kl rahul) ઓપનિંગ કરી હતી. પરંતુ રોહિત શર્મા (rohit sharma) ની ટીમામાં વાપસી બાદ પણ રાહુલે (kl rahul) ઓપનિંગ કરી હતી.જો કે બોક્સિંગ ડે ટેસ્ટમાં રોહિત શર્મા (rohit sharma) ની ઓપનિંગ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે નથી.
ભારતીય ટીમ બે સ્પિનરો રમાડી શકે છે
નીતીશ કુમાર રેડ્ડીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે સારૂ ઈનિંગ રમી છે. પરંતુ મેલબોર્નમાં રમાનારી આગામી બોક્સિંગ ડે ટેસ્ટમાં નીતિશ કુમારને ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે. મળતી માહિતી અનુસાર ભારતીય ટીમ બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.